Vahali Dikri Yojana , All Information About Vhali dikri Yojana, વ્હાલી દીકરી યોજના , Vahali Dikri Yojana Form Download, શું છે વ્હાલી દીકરી યોજના . Vhali Dikri Yojna Form Pdf Download, Download Vhali Dikri Yojna Form And Other Details ,વ્હાલી દીકરી યોજના અરજી ફૉર્મ, Download Vhali Dikri Yojana Application Form
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર . આપણી આજની પોસ્ટ પર વાત કરવાના છીએ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી વ્હાલી દીકરી યોજના . શું છે આ યોજના અને તેમાં કી રીતે લાભ લેવો તે વિષેની સંપૂર્ણ માહિતી આપણે આજની પોસ્ટ પર મળી રહેશે . માટે આજની પોસ્ટ અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથી મિત્રોને પણ શેર કરજો.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯ થી વ્હાલી દીકરી યોજના ની જાહેરાત કરવામાં આવી છે આ યોજના નો હેતુ દીકરીઓની સંખ્યામાં વધારો કરવો તેમજ તેમને શિક્ષણ અપાવવાનો છે , દીકરીના શિક્ષણ ખર્ચને પહોંચી પાડવા માટે સહાય પૂરી પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે .
વહાલી દીકરી યોજના
યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના ૨૦૨૨ |
કોણ લાભ લઈ શકે | ગુજરાતની દીકરીઓ |
હેતુ | દીકરીઓનું પ્રમાણ વધારવું અને શિક્ષણ અપાવવું |
મળવાપાત્ર રકમ | ૧,૧૦,૦૦૦ |
અરજી કરવાનો સમય | જન્મ પછી એક વર્ષના સમય દરમ્યાન |
વેબસાઈટ |
READ ALSO THIS : અનુબંધમ રોજગાર ભરતી મેળો ગુજરાત 2022
યોજના અંતર્ગત મળવાપાત્ર લાભો
- દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય આપવામાં આવશે તથા
- દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય મળશે તેમ
- દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
- દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે.
વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે પાત્રતા
- તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે (દીકરી જન્મના એક વર્ષની માં આધાર પુરાવા સહ ની અરજી કરવાની રેહેશે .
- દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
- અપવાદ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસૂતિ વખતે એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઇઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે અગત્યના ડોકયુમેન્ટ
- દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)
- દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ
- દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
- દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઇટબીલ/વેરાબિલ) .
- દીકરી નો જન્મ દાખલો
- દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
- વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું
- દીકરીનો આધારકાર્ડ
ફૉર્મ ક્યાંથી મેળવવું
ખાસ યાદ રાખવું કે આ યોજના નો લાભ લેવા માટે જન્મના સમયથી એક વર્ષના સમયમાં ફૉર્મ ભરી ડોક્યુમેન્ટ જમા કરાવવાના સંપૂર્ણ રહેશે.
વ્હાલી દીકરી યોજના અરજી ફૉર્મ ડાઉનલોડ કરો :- Click Here
વ્હાલી દીકરી યોજના માહિતી pdf : Click Here
વ્હાલી દીકરી યોજના પીડીએફ : Click Here
આપ વ્હાલી દીકરી યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપ નીચે દર્શાવેલા વિડીયો દ્વારા મેળવી શકશો .
આ હતી આપણી આજની પોસ્ટ આજ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાય જજો.
0 Comments
Post a Comment