Section 139 of Incometax Act 1961.All Information About Income Tax Act Section 139 , Ability and Return Income Tax Under Section 139 , Section 139 All Information In gujarati, Incometax Tax Act 1961 Section 139 and Its Sub Section All Detail. ઇન્કમટેક્સ કલમ ૧૩૯ માહિતી , ઇન્કમટેક્સ એક્ટ ૧૯૬૧ . What Is Incometax Section 139
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર આપણી આજની પોસ્ટ મો મુખ્ય વિષય છે ઇનકમાટેક્સ રીટર્ન તથા કળા ૧૩૯ વિશેની માંહિતી આપણે મળી રહેશે . આપ જાણ જ છો કર દર વર્ષે આવકવેરા ધારા ૧૯૬૧ મુજબ ઇન્કમ ટેક્સ રીટર્ન ભરવું ફરજિયાત છે અને તેમાં પણ મહત્વની કલમો વિશેની માહિતી હોવી જરૂરી છે તેવી જ એક મહત્વની કલમ ઇન્કમ ટેકસ ધારાની કલમ ૧૩૯ વિશેની સંપૂર્ણ માહિતી વિસ્તાર થી આપણે આઅ પોસ્ટ પર મળી રહેશે. માટે આજની પોસ્ટ અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથી મિત્રોને પણ શેર કરજૂ. તો ચાલો જોઈએ આજની પોસ્ટ .
INCOME TAX RETURN SECTION NO 139 / આવકવેરા કલમ ન ૧૩૯
આવકવેરા રિટર્ન ભરવા સંબંધી કલમ ૧૩૯ હેઠળ નિયત જોગવાઈઓ નીચે જણાવ્યા મુજબ કરવામાં આવી છે
વ્યકતિ,. એચ.યુ.એફ., AOP અથવા BOI ના કેસમાં, જો તેમની કુલ ગ્રૉસ વાર્ષિક આવક, આવકવેરા હેઠળ નિયત મુક્તિમર્યાદા (અર્થાત્ રૂ. ૨.૫૦ લાખ)થી વધુ હોય, તો તેમને માટે આવકવેરા રિટર્ન ભરવાનું ફરજિયાત ગણવામાં આવે છે. ઉપરોક્ત સંદર્ભમાં સિનિયર સિટિઝનના કેસમાં રૂ. 3 લાખ તેમજ સુપર સિનિયર સિટિઝનના કેસમાં રૂ. ૫ લાખની નિયત મુક્તિમર્યાદાઓને લક્ષમાં લેવાની રહે છે.
ઉપરોક્ત કેસોમાં કરદાતાની કુલ ગ્રોસ આવક (અર્થાત્ કલમ ૮૦ હેઠળની વિવિધ પેટા કલમો અન્વયે મળતી કપાતો બાદ કરતાં પહેલાં) જો આવકવેરા હેઠળ ઉપર જણાવ્યા મુજબની નિયત મુક્તિ મર્યાદાથી વધતી હોય, તો તેમને માટે આવકવેરા રિટર્ન ભરવાનું ફરજિયાત બની રહેશે.
For Example : નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ને સંબંધિત આકારણી વર્ષ ૨૦૨૨-૨૩ માટે એક વ્યક્તિગત કરદાતાની કુલ ગ્રોસ આવક રૂ. ૪,૧૦,૦૦૦ છે.આ કરદાતા એ કલમ ૮૦સી હેઠળ માન્ય બચતોમાં રૂ. ૧,૫૦,૦૦૦નું રોકાણ કર્યું છે, તેમજ કલમ ૮૦ડી હેઠળ માન્ય મેડિક્લેઇમ પૉલિસીનું રૂ. ૧૫,૦૦૦ નું પ્રીમિયમ ભર્યું છે. આમ, તેને મળવાપાત્ર રૂ. ૧,૬૫,૦૦૦ની કપાતોને લક્ષમાં લેતાં, તેની કુલ કરપાત્ર આવક રૂ.૨,૪૫,૦૦૦ થાય, જે રૂ.૨,૫૦,૦૦૦ની નિયત મુક્તિ મર્યાદાથી ઓછી છે. કલમ ૧૩૯ ની જોગવાઈને લક્ષમાં રાખતાં, કરદાતાની કુલ આવક કરમુક્તિ મર્યાદાની અંદર હોવા છતાં, તેની કુલ ગ્રોસ આવક રૂ.૨,૫૦,૦૦૦થી વધુ હોઈ, તેને માટે આવકવેરા રિટર્ન ભરવાનું ફરજિયાત બની રહેશે.
આ ઉપરાંત, આવા કરદાતાના કેસમાં, કલમ ૧૦ એ અથવા ૧૦બી હેઠળ કરમુક્ત ગણાતી એવીલ ફી ટ્રેડ-ઝોન કે સ્પેશિયલ ઇકૉનોમિક ઝોન માં સ્થિત એકમની આવક અથવા ૧૦૦% FOU ની આવકનો સમાવેશ થતો હોય, તો આવી કરમુક્ત આવકને પણ લક્ષમાં લઈને, જો કરદાતાની ફુલ આવક તેના કેસમાં નિયત મુક્તિમર્યાદાથી વધુ થતી હોય તો, આવકવેરા રિટર્ન ભરવાની કરદાતાની જવાબદારી રહેશે.
કરમુક્ત મૂડી-નફાની રકમ સહિત કરદાતાની આવક જો મુક્તિ મર્યાદાથી વધતી હોય તો આવકવેરા રિટર્ન ભરવાનું ફરજિયાત
આકારણી વર્ષ ૨૦૨૦-૨૧થી કરાયેલ જોગવાઈ અનુસાર મૂડી-નફાની કરમુક્તિના સંદર્ભમાં કલમ ૫,૫૪બી, ૫૪ડી, ૫૪ઈસી, ૫૪એફ, ૫૪જી,૫૪જીએ તેમજ ૫૪જીબી હેઠળની કોઈપણ કલમો અન્વયે કરમુક્તિનો લાભ ,માંગવામાં આવ્યો હોય તો આવી કારમુક્તિને લક્ષમાં લીધા સિવાય જો કરદાતાની આવક અને તેના કેસમાં નિયત મુક્તિ મર્યાદાથી વધતી હોય તો આવક વેરા રીટર્ન ભરવાની જવાબદારી રહેશે .
જેમા કે
નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ને સબ^ધિત આકારણી વર્ષ ૨૦૨૨-૨૩ માટે એક વ્યક્તિગત કરદાતા ની કુલ ગ્રોસ આવક રૂ.૨,૪૦,૦૦૦ છે જે વ્યક્તિગત રૂ ૨,૫૦,૦૦૦ની મુક્તિ-મર્યાદાથી ઓછી છે. આ કરદાતા દ્વારા કલમ ૫૪ઈસી હેઠળ કરમુક્ત એવો લાંબા ગાળાનો મૂડી-નફો રૂ. ૪૫૦,૦૦૦૦ છે.કરમુક્ત મૂડી-નફાની સાથે કરદાતાની અસરકારક આવક રૂ. ૪૭,૪૦,૦૦૦ (રૂ.૨,૪૦,૦૦૦ + રૂ.૪૫,૦૦,૦૦૦) થાય, જે આકારણી વર્ષ ૨૦૨૨-૨૩ માટે તેના કેસમાં રૂ. ૨,૫૦,૦૦૦ની પ્રાથમિક મુક્તિ મર્યાદાથીવ વધુ હોઈ, તેને માટે, આવકવેરા રિટર્ન ભરવાનું ફરજિયાત બની રહેશે.
આકારણી વર્ષ ૨૦૨૦-૨૧થી નિયત નાણાકીય વ્યવહારો કાર્યા હોય તેવા કેસમાં ફજિયાત આવકવેરા રિટર્નની જવાબદારી !
આવકવેરા કાયદા હેઠળ કંપની તેમજ ભાગીદારી પેઢીના કેસમાં ફરજિયાત આવકવેરા રિટર્ન ભરવા સંબંધી યોજના અમલમાં છે. આ સિવાય ભારતમાં સામાન્ય રહીશ હોય તેવા કોઈપણ કરદાતા, ભારત બહાર
કોઈપણ મિલકતમાં માલિકી હક્ક કે Beneficial Ownership પણ ધરાવતો હોય, તો તેવા કેસમાં કરપાત્ર આવક ન હોય તો પણ ફરજિયાત રિટર્ન ભરવાની જવાબદારી રહે છે
નિયત પ્રકારના High Value Transaction સાથે સંકળાયેલા શખ્સના કેસમાં ઘણીવાર તેઓ તેમની કરપાત્ર આવક નથી, તે કારણોસર આવકવેરા રીટર્ન ભરવાની જવાબદારીમાં^થી છટકી જતાં હોય છે . આને લક્ષમાં રાખતા આકારણી વર્ષ ૨૦૨૦-૨૧ ની કલમ ૧૩૯ માં કરાયેલા સુધારા અનુસાર સબધિત નાણાકીય વર્ષમાં કારદાતાએ નીચે જણાવેલા પૈકી કોઈ વ્યવહાર કર્યો હોય તો, ફરજીયાત રીટર્ન ભરવાનું રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે .
કલમ ૧૩૯ મહત્વની જોગવાઈ
- કોઈ બૅન્કના એક કે વધુ કરંટ અકાઉન્ટમાં કુલ મળીને રૂ. ૧ કરોડની રકમ જમા કરવામાં આવી હોય. ત્યારે વ્યક્તિએ આવકવેરા રીટર્ન ભરવું જરૂરી છ
- પોતાના કે અન્ય કોઈના વિદેશ પ્રવાસ માટે રૂ. ૨ લાખ કે વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યો હોય. ત્યારે તેમજ
- વીજળીના વપરાશ (Electricity consumption ) માટે રૂ. ૧ લાખથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યો હોય
આ હેતુસર નિયત કરવામાં આવે તેવી અન્ય કોઈ પણ શરતનું પાલન થતું હોય તો તેવો કેસ
આકારણી વર્ષ ૨૦૨૨-૨૩થી અમલી નવા આવકવેરા નિયમ ૧૨એબી અન્વયે અગાઉના નાણાકીય વર્ષમાં ધંધાકીય ટર્નઓવર રૂ. ૬૦ લાખ કે વ્યાવસાયિક રિસિટ્સ રૂ. ૧૦ લાખથી વધુ હોય અથવા TDS કે TCSની
૨કમ રૂ. ૨૫,૦૦૦થી વધુ હોય અથવા એક કે વધુ સેવિંગ્સ બૅન્ક અકાઉન્ટ્સમાં જમા કરાયેલી રકમ રૂ. ૫૦ લાખથી વધુ હોય, તેવા તમામ કેસોમાં કરપાત્ર આવક ન હોય તો પણ આવકવેરા રિટર્ન ભરવાનું
ફરજિયાત ગણાશે.
સ્ક્રૂટિની આકારણી માટેની નોટિસ ક્યાં સુધી બજાવી શકાય ???
કલમ ૧૪૨ (૧) હેઠળ સ્ક્રૂટિની આકારણી માટેની નોટિસ આકારણી અધિકારી ઉપરાંત નિયત આવકવેરા સત્તાધીશ (Prescribed Income Tax Authority) દ્વારા પણ ઇશ્યૂ કરી શકાશે. નિયત આવકવેરા
સત્તાધીશમાં કલમ ૧૩૩સી હેઠળ માહિતી માગવા માટેની જેને સત્તા આપવામાં આવી છે (Power to Call Information) a Investigation Wing ના Directorનો હોદ્દો ધરાવતા તેમજ CBDT દ્વારા આ હેતુસર
અધિકૃત સત્તા સોંપવામાં આવે તેવા અધિકારીઓનો સમાવેશ થાય છે.
આકારણી વર્ષ ૨૦૨૦-૨૧ સુધી અમલી જોગવાઈઓ અનુસાર, કરદાતાએ તેનું આવકવેરા રિટર્ન જે નાણાકીય વર્ષમાં ભર્યુ હોય તેના અંતથી છ મહિનાની અંદર કલમ ૧૪૩ (૨) અન્વયે સ્ક્રુટીની આકારણી માટેની નોટિસ ઇશ્યૂ કરી શકાશે.
૨૦૨૧ના નાણાકીય ધારા અન્વયે ૧લી એપ્રિલ, ૨૦૨૧થી ઉપરોક્ત ૬ મહિનાનો સમયગાળો ઘટાડીને ૩ મહિનાનો કરવામાં આવ્યો છે. આને અનુલક્ષીને, કલમ ૧૪૩ (૨) હેઠળ સ્ક્રૂટિની આકારણી હાથ ધરવા માટેની નોટિસ,નીચે જણાવ્યા મુજબ બજાવી શકાશે અને આ સમયમર્યાદામાં કરદાતાને આવી કોઈ નોટિસ ન બજાવાય તો તેનું રિટર્ન આવકવેરા ખાતાને માન્ય છે તેમ ગણવામાં આવશે
READ MORE
Gpsc Diclared Provisional Merit List In There Website https://gpscgularat.gov.in gpsc-
Cut Off Merit Off Account Officer Class 2 Exam Is Also Available In This Post . so Read Carefully And At the End. The following 559 candidates are declared provisionally qualified in the Competitive (Preliminary) Exam conducted by the Gujarat Public Service Commission on 05.12.2021 for the Advt. No. 4/2021-22, Accounts Officer, Class-2. The candidates are declared provisionally qualified for appearing in the Main Written Examination, subject to their fulfilling all conditions of eligibility of Advt. No. 4/2021-22.
In accordance with the rules of the examination, all these candidates have to apply again for admission to the main examination in the detailed application form, as per the instruction of the commission.
Gpsc Account Officer -2 Result Written Exam 2022 :- Click Here
આ હતી આપણી આજની માહિતી આશા રાખું છું આપણે આજની પોસ્ટ પસંદ આવી હશે આ જ પ્રકારની અન્ય માહિતી મેળવવા અમારી સાથે સોશ્યલ મીડીયા દ્વારા જોડાય જજો.
e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com
0 Comments
Post a Comment