Gyan guru Quiz Competition 2022 , Gujarat Sarkar Declared Quiz Competition and Gift To Winner, Gujarat Gyan Guru Quiz Competition Registration 2022, All Information About Gyan Guru Competition 2022 , when was Competition Started and What is The Procedure Of it ? What is Gyan Guru Quiz Competition? G30 quiz
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનુ egujrat ની એક નવી જ પોસ્ટ પર. આપણી આજની પોસ્ટ આપ સૌને ખુબ પસંદ આવશે કારણ કે આજની પોસ્ટ નો મુખ્ય વિષય સ્પર્ધા છે . ગુજરાત સરકાર દ્વારા બધા પ્રજા માટે એક નવી જ પહેલ શરૂ કરી છે જેને નામ આપવામાં આવ્યુ છે જ્ઞાન ગુરુ ક્વીઝ ( પ્રશ્નોતરી) .શુ છે આ જ્ઞાન ગુરુ ક્વિઝ અને તેમાં કઈ રીતે ભાગ લેવો અને શુ ઈનામ મળશે, તેમજ આ સ્પર્ધા કેટલા દિવસ સુધી ચાલુ રહેશે , કઈ રીતે રજીસ્ટ્રેશન કરવુ ? તે વિશેની સંપુર્ણ માહિતી આપને આજની પોસ્ટ પર મળી રહેશે . માટે આજની પોસ્ટ ને અંત સુધી વાંચજો.
G30 QUIZ Gyan guru Quiz Competition 2022
રાજ્યના વિદ્યાર્થી તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G30)"નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં માટે નો પરીપત્ર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા તા:-૩/૭/૨૦૨૨ ના રોજ જાહેર કરવામાં આવેલ છે.
આ ક્વિઝનો ઉદ્દેશ્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને પ્રજાજનોને પ્રોત્સાહિત કરી તેઓ વચ્ચે એક તંદુરસ્ત જ્ઞાનવર્ધક હરીફાઈ થકી તેઓનું સશક્તિકરણ કરવાનો છે. આ ક્વિઝમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી પહેલ, વિકાસગાથા, ગૌરવગાથા અને જન સુખાકારી યોજનાઓની માહિતી તેમજ સામાન્ય જ્ઞાન અને નોંધનીય બાબતોનો સમાવેશ થશે. આ ક્વિઝ દ્વારા દરેક વ્યક્તિઓ ને પોતાનુ જ્ઞાન ચકાસવા તથા આકર્ષક ઈનામો મેળવવા માટેની મહત્વની તક પુરી પાડી છે.
Gyan guru Quiz Competition 2022 Structure
જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા માળખુ
આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો અને તેનુ માળખુ કઈ રીતે તૈયાર કરવામાં આવ્યુ છે તે વિશેની સપુર્ણ માહિતી આપને મળી રહેશે. તો ચાલો જોઈએ શુ છે આ ક્વિઝ નું માળખુ અને તેમા કઈ રીતે ભાગ લેવો. આ ક્વિઝની એક મહત્વની ખાસિયત એ છે કે તેમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે . તેમાં ભાગ લેવા માટે કોઈ પણ બંધન નથી.
- ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો ભાગ લઈ શકશે.
- પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ)/વોર્ડ કક્ષાએ યોજાશે.દ્વિતીય તબક્કામાં તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાએ ઓનલાઈન ક્વિઝનું આયોજન કરવામાં આવશે.
- ત્રીજા અને અંતિમ તબક્કામાં જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાની ઓનલાઈન ક્વિઝપૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાએ ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝનું આયોજન થશે.
HOW TO REGISTER YOUR SELF FOR GYAB GURU QUIZ COMPETITION 2022
જ્ઞાન ગુરુ સ્પર્ધા 2022 માં ભાગ લેવામાં કઈ રીતે રજીસ્ટ્રેશન કરવુ તેમજ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ક્યારથી શરૂ થશે ? તેમજ રજીસ્ટ્રેશન માટેની વેબસાઈટ અંગેની માહિતી નીચે મુજબ આપને મળી રહેશે.
- ગુજરાત સરકાર દ્વરા ક્વીઝ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરવા માટે * WWW.G3Q.CO.IN ડોમેઈન પર જાહેર કર્યુ છે તેના દ્વરા આ ક્વિઝમાં ભાગ લઈ શકાશે.સ્પર્ધાના નિયમો અને વિજેતાઓની સંખ્યા અને અન્ય જરૂરી તમામ વિગતો જાણવા માટે WWW.GJQ.CO.IN ડોમેઈન પર જાહેર કરવામાં આવશે. જે ધ્યાન માં લેવુ.
- તા.૦૭ જુલાઇ, ૨૦૨૨ના રોજ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે માન.મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે અને માન.મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3)"નો શુભારભ કરવામાં આવશે.
- આ ક્વિઝ અઠવાડીયા દરમિયાન દર રવિવારથી શરૂ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને શનિવારે વિજેતાઓ જાહેર થશે. આમ સતત ૭૫ દિવસ સુધી આ ક્વિઝ યોજાશે.
Gyan guru Quiz Competition 2022 : Official Notification
Gyan guru Quiz Competition 2022 Registration : Click Here
જ્ઞાન ગુર ક્વિઝ માટે માર્ગદર્શિકા
- દર અઠવાડિયે તાલુકા નગરપાલિકા સમાવિષ્ટ) વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ-યુનિવર્સિટી વિભાગમા ઉમેદવાર દીઠ ક્વિઝનો સમયગાળો ૨૦ મિનીટનો રહેશે અને આ ૨૦ ક્વિઝ સામાન્ય રીતે બહુવિકલ્પીય તથા ઓડિયો-વિડીયો સ્વરૂપે રહેશે,
- દરરોજ ૨૫૦ ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન આપ મેળવી શકશો.
ક્વિઝ દરમ્યાન મળનારા ઈનામો ક્યા ક્યા છે?
- તાલુકા નગર પાલિકા સમાવિષ્ટ) કક્ષાએ ક્વિઝના ઈનામ (અઠવાડિયા દીઠ) શાળા કક્ષાના પ્રથમ ક્રમના વિજેતા કુલ ૦૧) ૩૨૧૦૦/-, દ્વિતિય ક્રમના વિજેતા (કુલ ૦૪) ૩૧૫૦૦/-, તૃતીય ક્રમના વિજેતા કુલ ૦૫) = ૧૦૦૦/- આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે.
- કોલેજ કક્ષાના પ્રથમ ક્રમના વિજેતા કુલ ૦૬) ૨૩૫૦૦/-, દ્વિતિય ક્રમના વિજેતા (કુલ ૦૪) ૨,૨૧૦૦/- તૃતીય ક્રમના વિજેતા કુલ ૦૫) ૧૫૦૦/- આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે.
શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામ
પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ ના ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૭૫,૦૦૦ નુ ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ.૫૦,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.
કોલેજ-યુનિવર્સીટી કક્ષાના વિશિષ્ટ ઈનામ
- પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ, વિતિય ક્રમના વિજેતાને રૂ.૧,૨૫,૦૦૦ નું ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ.૯૫,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.
- તાલુકા નગરપાલિકા સમાવિષ્ટ) વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ વિભાગના કુલ વિજેતાઓમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતા ની પસંદગી માટે સતત ૭૫ દિવસ બાદ તાલુકા (નગરપાલિકા સમાવિષ્ટ) વોર્ડ કક્ષા એક ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવશે અને તેમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતાની પસંદગી કરવામાં આવશે.
- તાલુકા(નગરપલિકા સમાવિષ્ટ) કક્ષાએ દરેક વિજેતાને પરીવારના ૪ સદસ્યો સાથે એક વર્ષના સમયગાળામાં એક વખત નિશુલ્ક સ્ટડી ટુર યોજવામા આવશે. ક્વિઝના તમામે તમામ સ્પર્ધકોને એક વર્ષના સમયગાળા દરમિયાન (૧ - ૧) એમ બે વ્યક્તિ માટે નિઃશુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે.
જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાની ક્વિઝના ઈનામ
- આ ક્વિઝ ઓનલાઈન માધ્યમથી આયોજીત કરવામાં આવશે જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાના શાળા અને કોલેજ-યુનિવર્સીટી વિભાગના દસ દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે
- આ ક્વિઝ વિશેની અન્ય સંપુર્ણ માહિતી નીચે જણાવ્યા મુજબ ના નોટીફિકેશન દ્વરા આપ મેળવી શકશો. ક્વિઝ માટેના સામાન્ય નિયમો ખાસ વાચી જવા જેથી કોઈ બાબતે કોઈ પ્રશ્ન થાય તો માર્ગદર્શન મળી રહે.
Gyan guru Quiz Competition 2022 : Official Notification
Gyan guru Quiz Competition 2022 Registration : Click Here
ક્વિઝ ના સામાન્ય નિયમો
- આ ક્વિઝ માટેના સામન્ય નિયમો નીચે મુજબ છે જે આપને ક્વિઝ માટે ખુબ ઉપયોગી બનશે.
- ક્વિઝના સાયાજવાબ માટે ૦૧ ગુણ મળશે તથા ખોટા જવાબ માટે ૦.૩૩ ગુણ કપાશે વિજેતાની પસંદગી ઓછા સમયમાં સૌથી વધુ ગુણ ધરાવનારને વિજેતા ઘોષિત કરવામાં આવશે. જ્યાં તમામ મેરીટ સરખા થતા ટાઈ પડે ત્યારે સ્પર્ધકના રજીસ્ટ્રેશનના સમય અને સ્પર્ધક દ્વારા ક્વિઝ શરૂ કરેલ સમય વચ્ચેના તફાવતને ધ્યાને રાખીને લઘુત્તમ સમય તફાવત ધરાવતા ઉમેદવારને વિજેતા ઘોષિત કરવામાં આવશે.
- ક્વિઝના પરિણામ માટે ઓનલાઇન ક્વિઝ દરમિયાન ક્વિઝના દરેક સ્પર્ધકે ક્લિક કરેલ જવાબોના આધારે સર્વરને મળેલા ડેટાના કમ્પ્યૂટર એનાલિસિસ દ્વારા મળેલા ગુણને ધ્યાનમાં લેવામાં આવશે.
- ક્વિઝના દરેક સ્પર્ધકે રજિસ્ટ્રેશન માટે પોતાની સાચી વિગતો આપવી અનિવાર્ય છે. વિજેતા ઘનારે આયોજકો સમક્ષ પોતાનું પ્રમાણભૂત અને માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે રજિસ્ટ્રેશનની વિગતો અને ઓળખપત્ર વચ્ચે વિસંગતતા હશે તો જે તે ઇનામનો લાભ જે તે સ્પર્ધકને મળવાપાત્ર થશે નહિ.
- ક્વિઝની કોઈ પણ બાબત અંગે શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્યનો નિર્ણય આખરી અને સૌને બંધનકર્તા રહેશે. આ બાબતે કોઈ પણ પત્ર વ્યવહાર કે, રજુઆતને ધ્યાને લેવામાં આવરો નહિ. 5. ક્વિઝનાં જવાબો અંગે તથા ક્વિઝની માહિતી અંગે ક્વિઝના આયોજકોનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.
- આ ક્વિઝ મોબાઈલ ફોન, સ્માર્ટ ફોન, આઈ ફોન, ડેસ્કટોપ કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી કોઈ પણ સ્થળેથી રમી શકાશે.
- સ્પર્ધકોને સ્થાનિક કક્ષાએ ઈન્ટરનેટની ક્ષતિ, ઈન્ટરનેટની સ્પીડ, નેટવર્કની સમસ્યા, મોબાઈલ ફોન કે કમ્પ્યુટરની સમસ્યા કે કોઈ પણ પ્રકારની ટેકનિકલ ક્ષતિ માટે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારની કોઈ જવાબદારી રહેશે નહિ તેમજ આ પ્રકારની કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.
- ક્વિઝના દરેક સ્પર્ધકે રજિસ્ટ્રેશન માટે પોતાની સાચી વિગતો આપવી અનિવાર્ય છે. વિજેતા થનારે આયોજકો સમક્ષ પોતાનું પ્રમાણભૂત અને માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. રજિસ્ટ્રેશનની વિગતો અને ઓળખપત્ર વચ્ચે વિસંગતતા હશે તો જે તે બ્નામનો લાભ જે-તે સ્પર્ધકને મળવા પાત્ર થશે નહિ.
- ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3Q)મા ભાગ લેનાર તમામ સ્પર્ધકો પોતાની સ્વેચ્છાએ આ ક્વિઝમા ભાગ લે છે અને ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(630) અંગેના તમામ નિયમો અને શરતો જેતે સ્પર્ધકને મંજૂર અને કબૂલકર્તા રહેશે.
આ હતી આપણી આજની પોસ્ટ . જલદી થી જ્ઞાન ગુરુ ક્વિઝ કોમ્પેટીશનમાં રજીસ્ટ્રેશન કરી લો અને ક્વિઝ રમી આકર્ષક ઈનામો મેળવો એવી શુભેચ્છા .
એ ખાસ યાદ રાખજો કે ક્વિઝ માટેની વેબસાઈટ WWW.G3Q.CO.IN ડોમેઈન પર જાહેર કર્યુ છે તેના દ્વરા આ ક્વિઝમાં ભાગ લઈ શકાશે.સ્પર્ધાના નિયમો અને વિજેતાઓની સંખ્યા અને અન્ય જરૂરી તમામ વિગતો જાણવા માટે WWW.GJQ.CO.IN ડોમેઈન પર જાહેર કરવામાં આવશે. જે ધ્યાન માં લેવુ. અને આ સ્પર્ધા તા:૭/૭/૨૦૨૨ ના રોજ ૩ વાગ્યા થી શરૂ થશે તેમજ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ ત્યારથી જ શરૂ કરવામાં આવશે.
READ MORE
INCOME TAX RETURN SECTION NO 139 / આવકવેરા કલમ ન ૧૩૯ : Click Here
Gpsc Account Officer -2 Result Written Exam 2022 :- Click Here
e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com
0 Comments
Post a Comment