Deputy Section Officer 2022 Exam Syllabus, Dyso Syllabus 2022, Gpsc Declared Dyso Exam Syllabus 2022 , Dyso Syllabus 2022 ,જાહેરાત ક્રમાંક: ૧૦/૨૦૨૨-૨૩ સીલેબસ /અભ્યાસક્રમ,dyso addvertisement 10/2022-23 Syllabus 


નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર આપણી આજની પોસ્ટનો વિષય છે ડીવાય. એસ.ઓ પરીક્ષા સીલેબસ 2022 . જી. પી. એસ. સી દ્વારા નાયબ મામલતદાર વર્ગ 3 ની પરીક્ષાનો સીલેબસ/ અભ્યાસક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે . આ અભ્યાસક્રમ તથા તેના વિશેની અઞ તમામ માહિતી આપને આજની પોસ્ટ પર મળી રહેશે . માટે આજની પોસ્ટ અંત સુધી વાંચજો તથા આપના અઞ સાથી મિત્રોને પણ શેર કરજો. 

ગુજરાત પબ્લીક સર્વીસ સીલેકશન બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ગ -3 ની અનેક જગ્યાઓ માટે ની જાહેરાત કરવામાં આવી છે તેમાંની એક છે ડી.વાય. એસ. ઑ / નાયબ મામલતદાર ની છે . નાયબ મામલતદાર ની પરીક્ષાના ઓનલાઈન ફૉર્મ ભરવા માંટેની કામગીરી હાલ ચાલુ જ છે ફૉર્મ ભરાયા બાદનું સ્ટેપ આવે છે કે લાગત અભ્યાસક્રમ અનુસાર તૈયારી કરવી. એ માટે સચોટ અભ્યાસક્રમ હોવો જરૂરી છે  માટે જ અમો આપ સુધી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલ અભ્યાસક્રમ પહોંચાડી રહ્યા છીએ . 

Deputy Section Officer 2022 Exam Syllabus 

જાહેરાત ક્રમાંક: ૧૦/૨૦૨૨-૨૩

ગુજરાત સરકાર સચિવાલય, ગુજરાત વિધાનસભા સચિવાલય તથા ગુજરાત જાહેર સેવા આયોગ સચિવાલય સંવર્ગના નાયબ સેક્શન અધિકારી,વર્ગ-૩ અને ગુજરાત મહેસૂલ સેવા સંવર્ગના નાયબ મામલતદાર, વર્ગ-૩ની જગ્યાઓ પર ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ છે જેની સૌ વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી.  

નાયબ મામલતદારની પરીક્ષાની પ્રાથમિક કસોટી માં સામાન્ય અભ્યાસસક્રમ ને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે જ્યારે મુખ્ય પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે. ડી. વાય. એસ. ઑ નો સવિસ્તાર અભ્યાસક્રમ નીચે મુજબ છે . નાયબ મામલદાર વર્ગ-3 નું પ્રાથમિક પરીક્ષાનું પેપર 200 ગુણ નું હશે . 

૧) ઈતિહાસ

  • સિંધુ ખીણની સભ્યતા. લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, વૈદિક યુગ- જૈન ધર્મ અને બૌધ્ધ ધર્મ,
  • મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય, ચોલા અને પાવ રાજવંશો.
  • ગુજરાતના મહત્વના રાજવંશો અસરો અને પ્રદાન, મહત્વની નીતિઓ, તેમનું વહીવટી તંત્ર. અથતંત્ર,સમાજ, ધર્મ, કલા, સ્થાપત્ય અને સાહિત્ય,
  • ભારતમાં યુરોપિયનોનું આગમન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ, ભારતનો ૧૮૫૭ નો સ્વાતંત્ર્ય સંગ્રામ : ગુજરાતના વિશેષ સંદર્ભમાં, ૧૯મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો.
  • ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, ગુજરાત અને ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા.
  • સ્વાતંત્ર્ય પૂર્વે અને સ્વાતંત્ર્યોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન.
  • આઝાદી પછીનું ભારત: દેશમાં રાજ્યોનું પુનર્ગઠન, મહાગુજરાત ચળવળ, અગત્યની ઘટનાઓ.
  • સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ અને સિધ્ધિઓ.
(૨) સાંસ્કૃતિક વારસો

  • ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો : કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય
  • ગુજરાતની લોકસંસ્કૃતિ અને મૌખિક પરંપરાઃ તેનું મહત્વ, લાક્ષણિકતાઓ અને અસરો.
  • ગુજરાતની કળા અને કસબ : સામાજિક સાંસ્કૃતિક પ્રદાન.
  • આદિવાસી જનજીવન.
  • ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો,

(૩) ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો.
  • ભારતીય બંધારણ- ઉદ્દભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, માર્ગદર્શક સિધ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, મહત્વની જોગવાઇઓ અને અંતર્નિહિત માળખું. સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, 
  •  ભારતીય બંધારણ- ઉદ્દભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો,
  • માંર્ગદર્શક સિધ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, મહત્વની જોગવાઇઓ અને અંતર્નિહિત માળખું.
  • સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાનમંડળ: માળખુ, કાર્યો, સત્તા
  • અને વિશેષાધિકારો. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા 
  • બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ.
  • પંચાયતી રાજ.
  • જાહેર નીતિ અને શાસન. શાસન ઉપર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણનાં પ્રભાવો.
  • અધિકાર સંલગ્ન મુદ્દાઓ (માનવ અધિકાર, સ્ત્રીઓના અધિકાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત
  • જનજાતિના અધિકારો બાળકોના અધિકાર) ઇત્યાદી.
  • ભારતની વિદેશનિતી – આંતરરાષ્ટ્રીય સંબંધો - મહત્વની સંસ્થાઓ, એજન્સી, વિવિધ સંગઠનો, તેમનુ માળખુ અને અધિકૃત આદેશ.
  • કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો,

(૪) ભારતીય અર્થતંત્ર અને આયોજન

  • સ્વતંત્રતાના પર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરીનો ઉદભવ અને વિકાસઐતિહાસિક ચર્ચાઓ, આયોજનના મોડેલો અને સમયાન્તરે તેમાં આવેલા ફેરફારો. સુધારાઓ પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર: નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગઃ ઉદ્દેશો, બંધારણ અને કાર્યો.
  • કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રમાં વિવિધ આર્થિક નીતિઓ અને સુધારાઓ, ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું. બેંકિંગ અને વીમો; નિયમનકારી માળખું. ભારતીય અર્થતંત્ર પર ખાનગીકરણનો પ્રભાવ, વિકાસ, પડકારો અને તકો.
  • ભારતીય નહેર વિત્ત વ્યવસ્થા. ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ. જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાધ અને સહાય. કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સબંધો, વસ્તુ અને સેવા કર (GST); ખ્યાલ અને સૂચિતાર્થી. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ.
  • ભારતના વિદેશ વ્યાપારનાં વલણો સંરચના, માળખું અને દિશા.
  • ગુજરાતનું અર્થતંત્ર-એક અવલોકન, ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો: શિક્ષણ, આરોગ્ય, અને પોષણ.  કૃષિ, વન, જળ સંસાધનો, ખાણ, ઉધોગ અને સેવા ક્ષેત્ર. આર્થિક અને સામાજિક માળખાગત  સુવિધાઓના વિકાસની નીતિઓ. ગુજરાતમાં સહકારી ક્ષેત્ર.
૫) ભૂગોળ

  • સામાન્ય ભૂગોળ: સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિસ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંઘટન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ય અને વાત, વાતાવરણીય વિક્ષોભ,આબોહવાકીય બદલાવ, મહાસાગરો - ભૌતિક, રાસાયણીક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરીયાઈ અને ખંડીય સંશાધનો. 
  • ભૌતિક ભૂગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં : મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ અને ભૂસ્ખલન, કુદરતી અપવા. મૌસમી આબોહવાના પ્રદેશો: વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, કુદરતી વનસ્પતિ: રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણો, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનીજો.
  • સામાજિક ભૂગોળ ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં - વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃધ્ધિ, સ્ત્રી પુરૂષ પ્રમાણ, સાક્ષરતા, વ્યાવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વસ્તી, નુજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, ગ્રામીણ-શહેરી ઘટકો, શહેરીકરણ અને સ્થળાંતર,મહાનગરીય પ્રદેશો. 
  • આર્થિક ભૂગોળ: અર્થતંત્રના મુખ્ય વિભાગો, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ.પાયાના ઉદ્યોગો – કૃષિ, ખનિજ, જંગલ, ઈંધણ (બળતણ) અને માનવશ્રમ આધારિત ઉદ્યોગો. પરિવહન અને વેપાર. પધ્ધતિઓ અને સમસ્યાઓ.
(૬) વિજ્ઞાન અને ટેકનોલોજી:

  • વિજ્ઞાન અને ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ,ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને યોગદાન, પ્રસિધ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનુ યોગદાન.
  • ઇન્ફર્મેશન અને કોમ્યુનિકેશન ટેક્નોલોજી (આઇસીટી): આઇસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર. આઇસીટીને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ, ઈ-ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ. સાયબર સિક્યોરીટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલીસી.
  • અંતરીક્ષ/અવકાશ અને સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજી: ભારતીય અંતરીક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ વિકાસ. વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમો.
  • ભારતની ઉર્જા નીતિ અને પરમાણુ નીતિ - સરકારની નીતિઓ અને કાર્યક્રમો. 
  • પર્યાવરણ વિજ્ઞાન: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ અને
  • સંધિઓ, વન અને વન્યજીવન સંરક્ષણ. ક્લાઈમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ
  • એક્શન પ્લાન.
    (૭) સામાન્ય બૌધ્ધિક ક્ષમતા
    • તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા.
    • સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ.
    • આકૃતિઓ અને તેના પેટા વિભાગો, વેન આકૃતિઓ.
    • ઘડીયાળ, કેલેન્ડર અને ઉમર સંબંધિત પ્રશ્નો .
    • સરેરાશ યા મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારિત સરેરાશ.
    • ઘાત અને ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, ગુ.સા.અ. અને લ.સા.અ.
    • ટકા. સાદુ અને ચક્રવૃધ્ધિ વ્યાજ, નફો અને નુક્શાન.
    • સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર.
    • સરળ ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ અને પરિમિતિ, જથ્થો અને સપાટીનો વિસ્તાર (છ સમાંતર
    • બાજુ ધરાવતો ઘન ઘન, સિલિન્ડર, રાંકુ આકાર, ગોળાકાર).
    ૧૦. માહિતીનું અર્થઘટન માહિતીનું વિશ્લેષણ, માહિતીની પર્યાપ્તતા, સંભાવના.

    આ હતો નાયબ મામલતદાર વર્ગ 3 પરીક્ષાનો અભ્યાસક્રમ આપ આઅ અભ્યાસક્રમ ની જી. પી. એસ. સી દ્વારા બહાર પાડેલ છે તેની નીચે મુજબ મેળવી શકશો. 

    DYSO EXAM SYLLABUS 2022 : CLICK HERE  


    READ MORE 

    Gujarat Public Servie Commission (GPSC) Recruitment 2022  : CLICK HERE 

    ગુજરાત  પબ્લીક જાહેર સેવા આયોગ દ્વારા તા:-14/7/2022 ના રો બહાર પાડેલ નોટીફીકેશન દ્વારા વર્ગ -3 અને વર્ગ 2 લેવલની ખાલી જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા ધ્વારા ભરવા માટે નક્કી કરેલું છે અને જાહેરાત પણ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે . આ જાહેરાત તેમજ પરીક્ષાને લગતી અન્ય તમામ પ્રકારની માહિતી આપણે નીચે મુજબ મળી રહેશે.  

    જી. પી. એસ સી દ્વારા વિધાર્થીઓ માટે ફૉર્મ ભરવા અંગેના  માટે જરૂરી સૂચનાઓ નીચે મુજબ છે . 

    ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઇન અરજી જાહેરાતના આખરી (છેલ્લા) સમય સુધી Editable" છે. આથી ઉમેદવારોએ એક જાહેરાતમાં એક જ અરજી કરવી. ઓનલાઇન કરેલ અરજીમાં તેની ખરાઈ કરવી, જો ભૂલ હોય તો સુધારો કરી લેવા આ બાબત તમામ વિધ્યાર્થીઑ એ ખાસ ધ્યાનમાં લેવી. 

    વિગત-માહિતી ભરવામાં ની અગત્યની સૂચનાઓ 

    ફૉર્મ ભરતી વખતે જો કોઈ ભૂલ થાય તો “હા” વિકલ્પમાં જઇ વિગત સુધારી લેવી. નવી અરજી ન કરવી. અરજી કરતી વખતે અને ત્યારબાદ ઉમેદવારે પોતાની સહી, ફોટો અને અન્ય વિગતો ચકાસી લેવા જણાવવામાં આવે છે. જાહેરાત ઓનલાઇન અરજી કરવાનો સમયપૂર્ણ થયા બાદ ઓનલાઇન ભરેલ અરજીપત્રકમાં કોઇ સુધારા વધારા થઇ શકશે નહીં.

    - આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સદરહું જાહેરાતોમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાનો આયોગનો અબાધિત અધિકાર રહેશે. ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ પ્રાથમિક કંસોટી OMR -CERT (Compiter Based Recruitment Text) માધ્યમથી લેવામાં આવશે.

    શૈક્ષણિક લાયકાત,

    અનુભવ વગેરે આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પ્રસિદ્ધ કરવામાં આવેલ વિગતવાર જાહેરાત પ્રમાણે રહેશે.   

    - જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૨-૨૩ માટે પ્રાથમિક કસોટીમાં આયોગે નક્કી કરેલ લાયકી ધોરણમાં આવતા અને ભરતી નિયમો, ભરતી પરીક્ષા નિયમોમાં તથા જાહેરાતમાં દર્શાવેલ જોગવાઈઓ સંતોષતા ઉમેદવારો પૈકી કુલ જગ્યાઓના આશરે

    ૬ (છ) ગણા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. આ જાહેરાત વર્ગ-૩ની હોઈ રૂબરૂ મુલાકત યોજવાની થતી નથી.

    - જાહેરાત ક્રમાંક ૧૧/૨૦૨૨-૨૩ માટે પ્રાથમિક કસોટીમાં આયોગે નક્કી કરેલ લાયકી ધોરણમાં આવતા અને ભરર્તી નિયમો, ભરતી પરીક્ષા નિયમોમાં તથા જાહેરાતમાં દર્શાવેલ જોગવાઈઓ સંતોષતા ઉમેદવારો પૈકી કુલ જગ્યાઓના આશરે ૦૪ (ચાર) ગણા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે.
    આ જાહેરાત વર્ગ-૩ની હોઈ બર મુલાકત યોજવાની થતી નથી.કુલ જગ્યાઓના આશરે ૧૫

    - જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૨ ૨૩ માટે પ્રાથમિક કસોટીમાં આયોગે નક્કી કરેલ લાયકી ધોરણમાં આવતા અને ભરતી નિયમો, ભરતી પરીક્ષા નિયમોમાં તથા જાહેરાતમાં દર્શાવેલ જોગવાઈઓ સંતોષતા ઉમેદવારો પૈકી
    (પંદર) ગણા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે.

    જાહેરાત ક્રમાંક ૧૦ અને ૧૧/૦૨૨-૨૩ ના કિસ્સામાં ઉમેદવારોની આખરી પસંદગ્ગ મુખ્ય લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણોના આધારે કરવામાં આવશે.

    ઉક્ત જાહેરાતો પૈકી જાહેરાત ક્રમાંકઃ ૧૩ અને ૧૪/૨૦૨૨-૨૩માં પ્રાથમિક કસોટીમાં 300 ગુણમાંથી જે ગુણ મેળવેલ હશે તેના ૫૦% ગુણભાર અને રૂબરૂ મુલાકાતના ૧૦૦ ગુણમાંથી મેળવેલ ગુણના ૫૦% ગુણભારના પ્રમાણસહ ગણતરી કરીને કુલ ગુણના આધારે કરવામાં આવશે. એટલે કે, પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાતના અનુક્રમે ગુણ ૩૦૦ અને ૧૦૦માંથી મેળવેલ ગુણનું ૫૦-૫૦ ટકા વેઇટેજ આપવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં ૧૦૦ ગુણના ૧૦૦ પ્રશ્નો સામાન્ય અભ્યાસના તથા ૨૦૦ ગુણના ૨૦૦૫મો સંબંધિત વિષયના રહેશે. (સદરહુ જાહેરાતોમાં પ્રાથમિક ક્સોટીમાં ૧૫૪ થી ઓછા ગુણ મેળવશે તેવા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે વિચારણામાં લેવામાં આવશે નહીં.
    દિવ્યાંગ ઉમેદવારોની જગ્યામાં સરકારની અદ્યતન સૂચનાઓ મુજબ સુધારો થવાની સંભાવના રહે છે.

    બધીજ જાહેરાતો માટે પસંદગી યાદી મેરીટના આધારે આખરી કરવામાં આવશે. આખરી પરિણામ વખતે જ ઉમેદવારે મેળવેલ આખરી ગુણ જાહેર કરવામાં આવશે.

    • ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને ઓનલાઈન અરજી કરવી. ઓન-લાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ, તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ અરજી કન્ફર્મ  કરવાનીરહેશે. 
    • કન્ફર્મ થયેલ અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં ક્ષતિ કે ચક્ર બાબતે સુધારો કરવાની જરૂરીયાત જણાય તો https:-gpsc-ojas.gujarat.gov.in ના "Online Application" મેનુમાં “માં” વિકલ્પમાં જઇને તે જાહેરતમાં ઓનલાઇન અરજી કરવાના આખરી (છેલ્લા) દિવસ અને સમય સુધીમાં કોઇ પણ વિગત સુધારી શકાશે. અહેરાતના ઓનલાઇન અરજી કરવાનો સમયપૂર્ણ થયા બાદ ઓનલાઇન ભરેલ અરજીપત્રકમાં કોઇ  સુધારા વધારા થઇ શકશે નહીં. 
    •  એક કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરુજીપત્રક જ માન્ય રાખવામાં આવશે. બિન અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલ ફી સાથેનું અરજીપત્રક માન્ય રાખવામાં આવશે. 
    • ૪) ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતને પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે.
    • ઉમરના પુરાવા માટે SSCE CERTIFICATE (જન્મ તારીખ દર્શાવેલ) જ રજૂ કરવું. અન્ય કોઈપણ દસ્તાવેજ માન્ય ગણાશે નહીં. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ NON CREAMY LAYER CERTIFICATE (NCECT માટે પરિશિષ્ટ-ક-પરિશિષ્ટ-જ (ગુજરાતી) ૪ ૨૪ કરવું, ANNEXURE-'A' (ENGLISH) માન્ય ગણાશે નહીં.
    •  ઉમેદવારોને ખાસ સલાહ આપવામાં આવે છે કે Online અરજી કરવા માટે તારીખ-૩૦-૦૭-૨૦૨૨ના ૧૩:૦૦ કલાક સુધી જ વેબસાઇટ ખુલ્લી રહેશે માટે આખરી દિવસો સુધી રાહમાં નહિ રહેતા Online અરજીપત્રકમાં તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસીને વહેલી તકે ભરવા અને ઓનલાઇન અરજી Confirm કરવા જણાવવામાં આવે છે. ઉમેદવાર દ્વારા નિયત સમયમાં Online અરજીપત્રક ભરી Confirmation Number મેળવી લેવો ફરજીયાત છે. જેમાં ચુક થયેથી  ઉમેદવાર જ જવાબદાર રહેશે.

    Gujarat Public Servie Commission (GPSC) Recruitment 2022

    • જાહેરાત ક્રમાંક 10 /2022-23 નાયબ સેક્સન અધિકારી/ નાયબ મામલતદાર વર્ગ -3 
    • જાહેરાત ક્રમાંક 11  /2022-23 ચીફ ઓફિસર  
    • જાહેરાત ક્રમાંક 12  /2022-23 મદદનીશ વન સરક્ષક  વર્ગ-2 
    • જાહેરાત ક્રમાંક 13 /2022-23 પશુચિકિત્સા અધિકારી  વર્ગ -2  
    • જાહેરાત ક્રમાંક 14 /2022-23 મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર વર્ગ-

    • જાહેરાત દરમ્યાન બીલ  કુલ ભરવા પાત્ર જગ્યાઓ  - 260  થી વધુ 

    ફૉર્મ ભરવા માટેની અગત્યની તારીખો  


    ફૉર્મ ભરવાનું શરૂ થયા તારીખ :- 15/7/2022 
    ફૉર્મ ભરવાનું પૂર્ણ  થયા તારીખ :- 30 /7/2022 

    આપ નીચે દરાવ્યા મુજબની લિન્ક દ્વારા  ફૉર્મ ભરીક્ષકશો. 

    GPSC VARIOUS POST NOTIFICATION  : CLICK HERE 

    GPSC VARIOUS POST APPLY NOW: CLICK HERE 

    આ હતી આપાણી આજની  પોસ્ટ આજની પોસ્ટ આપને કેવી લાગે તે કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો 


    READ MORE 

    Indian Navy Recruitment 2022  -  Click Here 

    પાત્રતાની શરતો 1. અપરિણીત પુરુષ અને અપરિણીત મહિલા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે (જેઓ 01/2022 (નવેમ્બર 22) બેચ માટે અગ્નિવીર (SSR) તરીકે નોંધણી માટે ભારત સરકાર દ્વારા નિર્ધારિત પાત્રતાની શરતોને પૂર્ણ કરો. કુલ ખાલી જગ્યાઓ 2800 છે (માત્ર મહત્તમ 560 મહિલાઓ સહિત)રાજ્ય મુજબની રીતે નક્કી કરવામાં આવશે. પાત્રતા માપદંડો અને વ્યાપક નિયમો અને શરતો અહીં નીચે આપેલ છે. 

    2 શૈક્ષણિક લાયકાત 10+2 પરીક્ષામાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર અને આમાંથી ઓછામાં ઓછો એક વિષય:- શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા માન્ય શાળા શિક્ષણ બોર્ડમાંથી રસાયણશાસ્ત્ર/ જીવવિજ્ઞાન/ કમ્પ્યુટર વિજ્ઞાન. 

    Snap Chat Sub scription 2022 : Click Here 

    સ્નેપચેટ લાવી રહ્યું છે સબસક્રીપ્સન પ્લાન હવે યુઝર્સે ચૂકવવા પડશે રૂપિયા 

    વોટસએપ અને ઇન્સ્ટાગ્રામની પોપ્યુલારિટી ઘણી વધારે છે,પરંતુ અમેરિકન કંપનીની એપ્લિકેશન સ્નેપચેટમાં પણ દિવસે દિવસે યૂઝર્સની સંખ્યા વધી રહી છે. જે જોતાં હવે કંપની માટે દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે. જે યૂઝર્સ માટે ખૂબ જ દુઃખદાયક છે. સ્નેપચેટ યૂઝર્સને હવે એપ્લિકેશનનોઉપયોગ કરવો હશે તો ચાર્જ ચૂકવવો પડશે. આવે એક અહેવાલ અનુસાર સ્નેપચેટ દ્વારા તેના જેરિ પ્લસ (સ્નેપચેટ પ્લસ) વર્ઝન પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જે એક પેઇડ વર્ઝન થઇ હશે. જેમાં યૂઝર્સે સસ્ક્રિપ્શન લેવું પડશે. એકા પેઇડ સનસક્રીપ્સન  લેનાર યૂઝર્સને એપ્લિકેશનના એનાઉન્સમેન્ટ તેમજ તેના કિંમત ફીચર્સનું અર્લી એક્સેસ મળશે. જ્યારે આ એનાઉન્સમેન્ટ અને ફીચર્સ સામાન્ય યૂઝર્સને ઉપયોગ કરવા મળશે પણ તેમાં સમય લાગશે.

    NCOME TAX RETURN SECTION NO 139 / આવકવેરા કલમ ન ૧૩૯ 

    આવકવેરા રિટર્ન ભરવા સંબંધી કલમ ૧૩૯ હેઠળ નિયત જોગવાઈઓ નીચે જણાવ્યા મુજબ કરવામાં આવી છે
    વ્યકતિ,.  એચ.યુ.એફ., AOP અથવા BOI  ના કેસમાં, જો તેમની કુલ ગ્રૉસ વાર્ષિક આવક, આવકવેરા હેઠળ નિયત મુક્તિમર્યાદા (અર્થાત્ રૂ. ૨.૫૦ લાખ)થી વધુ હોય, તો તેમને માટે આવકવેરા રિટર્ન ભરવાનું ફરજિયાત ગણવામાં આવે છે. ઉપરોક્ત સંદર્ભમાં સિનિયર સિટિઝનના કેસમાં રૂ. 3 લાખ તેમજ સુપર સિનિયર સિટિઝનના કેસમાં રૂ. ૫ લાખની નિયત મુક્તિમર્યાદાઓને લક્ષમાં લેવાની રહે છે.

    ઉપરોક્ત કેસોમાં કરદાતાની કુલ ગ્રોસ આવક (અર્થાત્ કલમ ૮૦ હેઠળની વિવિધ પેટા કલમો અન્વયે મળતી કપાતો બાદ કરતાં પહેલાં) જો આવકવેરા હેઠળ ઉપર જણાવ્યા મુજબની નિયત મુક્તિ મર્યાદાથી વધતી હોય, તો તેમને માટે આવકવેરા રિટર્ન ભરવાનું ફરજિયાત બની રહેશે.

     INCOME TAX RETURN SECTION NO 139 /આવકવેરા કલમ ન ૧૩૯  : Click Here   

       Gpsc Account Officer -2 Result Written Exam 2022 :- Click Here 

    e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com