Gujarati sahitya yug vibhajan question, yug vibhajan in gujarati sahitya ,gurjar bhasha itihas ane parivartan , gujarati bhasha yug vibhajan important question answer 


નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી તેમજ પરીક્ષાલક્ષી પોસ્ટ વિષે. આપણી આજની પોસ્ટ નો વિષય છે  ગુજરાતી સાહિત્ય . આપના ગુજરાતી સાહિત્ય માં ઘણા ભાગો પડ્યા છે તેમાં પણ આજે આપણે યુગ વિભાજન વિષે વાત કરવાના છીએ . જે આપણે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી બનશે . માટે આજની પોસ્ટ અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથીમિત્રોને પણ શેર કરજો . 

કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માં ગુજરાતી સાહિત્યને લગતા પ્રશ્નો પૂછાતા જ હોય છે . અને તેમાં પણ યુગ વિભાજન , સ્વાતંત્રીય પહેલા નું સાહિત્ય વગેરે ભાગો ને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે . આજની પોસ્ટ પર આપણે યુગ વિભાજનની માહિતી તેમજ તેના મહત્વના પ્રશ્નો વિશેની માહિતી મળી રહેશે . આજની પોસ્ટ આપણે આવનારી તલાટી અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી બનશે. 

GUJARTI SAHITYA 

YUG VIBHAJAN 

          1. સંસ્કૃત કયા કુળની ભાષા છે ? 
જવાબ :-  આર્ય કુળ 


        2 . ગુર્જર ભાષા શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ કરનાર કવિ કોણ છે ? 
જવાબ :- ભાલણ 

        3. અપભ્રંશ ભાષાના દુહાની ભાષાને ઉમાશંકર  જોશી કઇ ભાષા ગણાવે છે ? 
જવાબ :- મારૂ ગુર્જર 

       4. સંસ્કૃતમાંથી ફેરફાર પામી ગુજરાતીમાં ઉતારી આવેલા શબ્દોને કયા શબ્દો તરીકે ઓળખવામાં આવે છે ? 
જવાબ :- તદભાવ 
  • ફેરફાર કર્યા વગર ઉતરી આવે તેને તત્સમ કહે છે . 

      5. ગરીબ કઇ ભાષાનો શબ્દ છે ? 
જવાબ :- ફારસી 

       6. હેમચંદ્રાચાર્ય સિધ્ધહેમશબ્દાનુશાસન પ્રાકૃત વ્યાકરણમાં કી ભાષાનો દુહાઓ આપ્યા છે ? 
જવાબ :- અપભ્રશ 

      7. વિક્રમ સવંત પ્રમાણે અત્યારે કયું વર્ષ  ચાલે છે ? 
જવાબ :- 2078 

         8. આચાર્ય હેમચંદ્રાચાર્ય થી શરૂ કરીને નરસિંહ મહેતા ના આગમન પૂર્વના સમયને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે ? 
જવાબ :-રાસયુગ 

         9. વિદેશી અને વિધર્મી શાસકોના ઝુલ્મને લીધે કચડાયેલું મધ્યકાલીન પ્રજાજીવન શેના તરફ વળ્યું ? 
જવાબ :- ધર્મ તરફ 

          10 . મધ્યકાળનું મોટા ભાગનું સાહિત્ય હજુ કેવી સ્થતિ માં સાચવાયેલું છે :
જવાબ :- હસ્ત  લિખિત 

         11 . ગુજરાતી ભાષાના પ્રથમ કવિ કોણ છે ? 
જવાબ :- નરસિંહ મહેતા 

         12. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આરંભ કાળે કયા રાજાઓનો રાજ્યકાળ હતો. 
જવાબ :- સોલંકીઓ  

        13. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ના કયા કાવીમાં અર્વાચીન ગુજરાતનાં સૌપ્રથમ લક્ષણો દેખાયા ? 

જવાબ : પ્રેમાનંદ

          14 . અર્વાચીન ગુજરાતી સાહિત્યનો કયો યુગ મનોમંથન અને વૈચારીક સંઘર્ષ નો યુગ છે ? 

જબાવ:- સુધારક યુગ 

         15. સમન્વય યુગ અથવા સંસ્કૃતિના યુગ તરીકે કયો યુગ ઓળખાય છે ? 

જવાબ :- પંડિત યુગ 

         16  . સુધારક યુગના કયા લેખકને ગદ્યના પિતા કહેવામાં આવે છે ? 

જવાબ :- નર્મદ  - મંડળી મળવાથી થતાં લાભ 

        17. ગુજરાતી સાહિત્યના કેટલા પ્રકાર છે ? 

જવાબ :- બે 1. ગદ્ય અને પદ્ય 

        18. મેરુતુંગે કોને ઉલ્લેકખી ને દુહાઓ  લખ્યા  છે ? 

જવાબ :-રાણકદેવી 

         19. પદ્ય સાહિત્યના  દુહાનો પરીચય આપો ? 

જવાબ :- દુહા - 24 માત્રા  દુહાને દસમો વેદ કહેવામાં આવે છે . 

         20. ગુજરાતી સાહિત્યની સૌથી પ્રાચીન કૃતિ કઇ છે ? 

જવાબ :- ભરતેશ્વરબાહુબલીરાસ - શાલીભદ્રસુરી

            રાસમાં મુખ્યત્વે વીર રસ હોય છે 

          21 .  સંદેશરસક ના લેખકનું નામ જણાવો

જવાબ :- અબ્દુલ રહેમાન 

       22. પૃથ્વી રાજરાસો  કેવા પ્રકારનો રાસ છે ? 

જવાબ:-અધાર્મીક 

       23. રેવંતગીરી રાસના લેખક  કોણ છે ? 

જવાબ :- વિજયસંત સુરી 

        24. રાસ પરંપરા કયા સુધી રહી હોવાના પુરાવા મળે છે ? 

જવાબ :- દયારામ સુધી 

       25. નેમિનાથ ફાગુના લેખકનુ નામ જણાવો ? 

જવાબ :-રાજશેખર સુરી 

  પ્રથમફાગુ - શિરસ્થૂલીભદ્રબાહુ  ( વર્ષાઋતું નું  વર્ણન) - લેખક જિનપદ્મસુરી 

        26. નેમિનાથ ચતુષપાદિકા બારમાસી કયા છંદમાં લખાયેલ છે ?

જવાબ :- ચોપાઈ ( ગુજરાતી ભાષાનું પ્રથમ બારમાસી કાવ્ય -વિજયચંદ્રસુરી) 

        27. ગુજરાતી ભાષાની પ્રથમ પદ્યવાર્તા 

જવાબ:- હંસરાજ વચ્છરાજ ચઉપઇ 

        28. ગુજરાતી  સાહિત્યમાં ઋતું અને શૃંગારના કાવ્યોમાં કયો રસ જોવા મળે છે ? 

જવાબ :- શૃંગાર રસ 

        29. સૌપ્રથમ ઋતું અને શૃંગાર કાવ્ય 

જવાબ :- વસંત વિલાસ ( અજ્ઞાત કવિ) 

        30. ત્રિભુવન દિપક પ્રબંધ કોની કૃતિ છે ? 

જવાબ :- જય શેખર સુરી 

  • ત્રિભુવન દિપક પ્રબંધ રૂપક કાવ્ય છે . 
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદ ની વિવેકવાણી એ રૂપક કાવ્ય છે . 
       31.  ઇ. સ 1456 ,માં રચાયેલી કઇ કૃતિમાં ગુજરાતી અને રાજસ્થાની ભાષાની મિશ્ર અસર જોવા મળે છે ? 
જવાબ :- કાન્હડે પ્રબંધ (15 મી સદી )
  • પ્રબંધના અલગ અલગ ભાગને સર્ગ કહેવાય . 
  • પ્રબંધ આઠ સર્ગનું બનેલું છે . 
       32. શ્રીધર વ્યાસ પાસેથી કઇ કૃતિ મળે છે ? 
જવાબ :- રણમલ છંદ 
  • રણમલ છંદ જૈનેતર કવિને હાથે લખાયેલ પ્રથમ ઐતિહાસિક કાવ્ય છે . 
       33. તરગાળા શબ્દ શાના પરથી બન્યો છે ? 
જવાબ :- ત્રણ તરગાળા 
 
        34. માણીકય સુંદર સુરી પાસેથી પ્રાગ નરસિંહ યુગમાં કઇ ગદ્યકૃતિ મળે છે ? 
જવાબ :- પૃથ્વી ચંદ્રસરિત

        35. શ્રીધર વ્યાસ કોના આશ્રિત હતા ? 
જવાબ : - મુસલમાન સુબાના 

       36. પ્રેમપચ્ચીસી કેવા પ્રકારની કૃતિ છે ? 
જવાબ :- સંદેશ કાવ્ય 

        37 . પદ્યવાર્તાના પિતા કોણ છે ? 
જવાબ :- શામળ વિરેશ્વર ભટ્ટ 
  

READ MORE 

PSI old paper vocabulary question : click here

IMP QUESTION OF BHUGOL : Click Here 

PSI EXAM CALL LETTER DOWNLOAD : CLICK HERE 

 DOWNLOAD GUJARATI TEXT BOOK STD 6 TO 12 :CLICK HERE 

 IMPORTANT AWARDS  QUESTIONS : CLICK HERE 
 
COMPUTER IMPORTANT QUESTIONS : CLICK HERE 

NOBEL PRIZE 2021 PDF : CLICK HERE 

નારી શક્તિ પુરસ્કાર 2022 : CLICK HERE  

આ હતી આપણી આજની પોસ્ટ . આપણે આજની પોસ્ટ કેવી લાગી તે અમોને કોમેન્ટ દ્વારા જરૂરીથી જણાવજો. અને હા આપને જો કોઈ અન્ય પરીક્ષાલક્ષી માહિતી જોઈતી હોય તો અમોને કોમેન્ટ દ્વારા જાણવજો.

e-gujrat is Created Only For The Educational Purpose. Not The Owner Of Any OF The Available PDF Material Ans Books On it. Nor Made And Scanned.We Omly Provide The Link And Material Already Available On The Interner.If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com .