નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર . અપાણી આજની પોસ્ટ નો વિષય છે હેડ ક્લાર્ક પરીક્ષા ૨૦૨૨. આપ સૌ જાણો જ છો કે ૨૦૨૨ ના વર્ષમાં હેડકલાર્કની ખાલી જાગ્યાઓ ભરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા ૨૦/૦૩/૨૦૨૨ ના રોજ યોજવામાં આવેલ હતી ,તેમજ તેની કોમપ્યુટ ટેસ્ટ પણ લેવાય ચૂકી છે અન્ર આ ભરતી પ્રક્રિયા હાલ આખરી સ્ટેજ પર છે . તેમજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ છેલ્લા તબક્કા ને લગત એક નોટીફીકેશન બહાર પાડેલ છે શું છે આઅ નોટીફીકેશન અને તેમાં ઉમેદવારો માટે કઇ બાબતની જાહેરાત કરવામાં આવી છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજની પોસ્ટ પર મળી રહેશે માટે આ પોસ્ટ અંત સુધી વાંચજો અને આપના ઞ સાથી મિત્રોને પણ શેર કરજો .
ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડેલ નોટીફીકેશન અનુસાર જાહેરાત ક્રમાંક ૧૯૦/૨૦૨૦-૨૧,“હેડ કલાર્ક” વર્ગ-૩ સંવર્ગની જગાઓ માટે મંડળ દ્વારા તા:૨૦/૦૩/૨૦૨૨ના રોજ યોજાયેલ પ્રથમ તબક્કાની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા અને તા: ૦૪/૦૬/૨૦૨૨ના રોજ યોજાયેલ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ આ બંને પરીક્ષાને અંતે પ્રમાણપત્ર ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી મંડળની વેબસાઈટ પર તા.૧૨/૦૬/૨૦૨૨ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. મંડળ દ્વારા આ તમામ ઉમેદવારોનાં પ્રમાણપત્રોની ઓનલાઇન ચકાસણી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે,જેની વિગત નીચે મુજબ છે.
Gujarat Gaun Seva Pasandgi
Mandal (GSSSB) Head Clerk Question Paper (20-03-2022)
Advt. No. 190/202021
Posts Name: Head Clerk
Exam Date: 20-03-2022
Official Website gsssb.gujarat.gov.in
દસ્તાવેજો/પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની શરૂ થવાની તારીખ - ૨૭.૦૬.૨૦૨૨ ૧૩:૦૦ કલાકે
દસ્તાવેજો/પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની અંતિમ તારીખ - ૦૪.૦૭.૨૦૨૨ ૨૩:૫૯ કલાકે
વધુમાં ગૌણ સેવા દ્વારા લગત ઉમેદવારો માટે નીચે મુજબની સૂચનાઓ જાહેર કરાઇ છે જેની સૌ ઉમેદવારોએ નોંધ લેવી . તેમજ ઉમેદવારો ઉપર જણાવ્યા મુજબની લિન્ક દ્વારા પ્રમાણપત્રો અપલોડ કરી શકશે.
૧. આ માટે ઉમેદવારોએ https://lass,gujarat.gov.in/ વેબસાઈટ ઉપર જઈને જાહેરાત ક્રમાંક પસંદ કરી, પોતાની કન્ફર્મેશન નબર અને જન્મ તારીખ નાંખીને લોગીન થવાનું રહેશે. પ્રમાણપત્ર અપલોડ કરતાં પહેલાં સ્ક્રીન પર એ અંગેની સૂચનાઓ ધ્યાનથી વાંચીને, એને અનુસરીને તા:૨૭/૦૬/૨૦૨૨ થી તા:૦૪/૦૭/૨૦૨૨ દરમિયાન પોતાનાં અસલ પ્રમાણપત્રોની પીડીએફ ફાઈલ અપલોડ કરવાની રહેશે.
૨ ઉમેદવારે પોતાના ઓનલાઈન અરજી પત્રકમાં દર્શાવ્યા મુજબનો તમામ અસલ પ્રમાણપત્રોની
પીડીએફ ફાઈલ અપલોડ કરવાની રહેશે.
૩. ઓળખના પુરાવા તરીકે ફોટાવાળા અસલ ઓળખકાર્ડની પીડીએફ ફાઈલ છેલ્લા કોલમમાં (અધર ના કોલમમાં) અપલોડ કરવાની રહેશે. આ ઉપરાંત અન્ય કોઈ પ્રમાણપત્ર કે જે ઉમેદવાર ને અપલોડ કરવું અનિવાર્ય લાગતું હોય તો તે પણ સાથે અપલોડ કરી શકે છે.
૪. અનામત વર્ગના ઉમેદવારોએ પોતાને લાગુ પડતુ અને સમયમર્યાદા દરમિયાનનું માન્ય હોય તે અસલ, જાતિ પ્રમાણપત્રનોન ક્રીમિલિયર સર્ટીફીકેટની પીડીએફ ફાઈલ અપલોડ કરવાની રહેશે. ૫. શારીરિક ખોડખાંપણ ધરાવતા (દિવ્યાંગ) ઉમેદવારે પોતાની ખોડખાપણ અંગેનું માર્ચ અને એના પ્રમાણ (ખોડખાંપણના ટકા) અંગે સ્પષ્ટ વિગતો દર્શાવતા અસલ પ્રમાણપત્રની જ પીડીએફ ફાઈલ અપલોડ કરવાની રહેશે. ૬. વિધવા ઉમેદવારે પુનર્લગ્ન ન કર્યા હોવા અંગેના તાજેતરના અસલ સોગંદનામાની પીડીએફ ફાઈલ વિષય રાખેલ ન હોય તો કોમ્પ્યુટરની જાણકારી અંગેના સરકાર માન્ય અસલ પ્રમાણપત્રની પીડીએફ અપલોડ કરવાની રહેશે.
૭. ધોરણ ૧૦,૧૨ કે સમકક્ષ અભ્યાસક્રમમાં, સ્નાતક લેવલે કે એના સમકક્ષ અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર વિષય રાખેલ ન હોય તો કોમ્પ્યુટરની જાણકારી અંગેના સરકાર માન્ય અસલ પ્રમાણપત્રની પીડીએફ ફાઈલ અપલોડ કરવાની રહેશે
૮. માજી સૈનિકે સેવામાંથી ડિસ્ચાર્જ કર્યા અંગેની અસલબુકલેટની પીડીએફ ફાઈલ અપલોડ કરવાની રહેશે.
૯. (સદર જાહેરાત સંદર્ભે) માન્ય રમત કે ખેલકૂદમાં અને માન્ય કક્ષાએ ભાગ લીધો હોય તો એ અંગે સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ નિયત નમૂનાના અસલ પ્રમાણપત્રની પીડીએફ ફાઈલ અપલોડ કરવાની રહેશે.
૧૦. ઉમેદવારે સદર જાહેરાત અન્વયે નીચેના તમામ ખાતાઓની “હેડ ક્લાર્ક"ની જગા માટે પોતાની અગ્રતા મુજબ ફરજિયાતપણે તમામ ખાતાની પસંદગી દર્શાવવાની રહેશે.
ક્રમ કચેરીનું નામ સખ્યાં
૧ બાગાયત નિયામકશ્રીની કચેરી,કૃષિ ભવન, સેકટર-૧૦/એ, ગાંધીનગર. ૦૬
૨ મત્સ્યોધોગ કમિશ્નરની કચેરી, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ૧૨
૩ અગ્ર મુખ્ય વન સંરક્ષની કચેરી, અરણ્ય ભવન, સેક્ટર – ૧૦-એ, ગાંધીનગર, ૧૨
૪ રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર. ૧૯
૫ ડાયરેક્ટર જનરલ હોમગાર્ડઝ, લાલ દરવાજા, અમદાવાદ, ૦૮
૬ નાગરિક સંરક્ષણની કચેરી, અમદાવાદ. ૦૨
૭ નશાબંધી અને આબકારી નિયામકની કચેરી, સેકટર-૧૦, ગાંધીનગર ૦૭
૮. ન્યાય સહાયક અને વિજ્ઞાનની કચેરી, પોલીસ ભવન પાસે, સેક્ટર – ૧૮, ગાંધીનગર. ૦૨
૯ જેલ સુધારાત્મક વહીવટની કચેરી, અમદાવાદ ૦૮
૧૦ આદિજાતિ વિકાસ કમીશનરની કચેરી, બિરસા મુંડા ભવન, સેક્ટર ૧૦/એ, ગાંધીનગર ૧૫
૧૧ વાહન વ્યવહાર નિયામકની કચેરી, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ૧૨
૧૨ કામદાર રાજ્ય વીમા યોજના, પંચદીપ ભવન, આશ્રમ રોડ, અમદાવાદ ૦૯
૧૩ નિયામક, આયુષની કચેરી, ડૉ જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ૧૫
૧૪ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ડૉ જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ૦૪
૧૫ તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરી, ડૉ જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ૫૩
૧૬ મુખ્ય વિદ્યુત કમિશ્નરશ્રીની કચેરી ઉદ્યોગ ભવન, સેક્ટર -૧૧, ગાંધીનગર ૦૨
આ હતી હેડક્લાર્ક ડોક્યુમેન્ટ વેરીફીકેશન બાબતે ગૌણ સેવા દ્વારા બહાર પાડવામાં આવેલ નોટીફીકેશન . આપણે આ નોટીફીકેશન ની pdf ફાઇલ નીચે દર્શાવેલ લીંક દ્વારા મળી જશે.
Head Clerk Document Verification Update : Click Here
READ MORE
(GSSSB) Head Clerk Question Paper (20-03-2022) : Click Here
0 Comments
Post a Comment