Mind carvings.What is mind Carving, dhvani Pradushan All Information , Dhvani Pradushan charcha no Vishay,ધ્વનિ પ્રદૂષણ મહત્વનો મુદ્દો , ધ્વનિ પ્રદૂષણ માહિતી ,વર્તમાન ચર્ચામો મુદ્દો દવાની પ્રદૂષણ ,dhvani pradushan ek samshya. નમસકાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી ક પોસ્ટ પર . આપણી આજની પોસ્ટ નો વિષય છે દવાની પ્રદૂષણ . હાલમાં દવાની પ્રદૂષણ નો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે તેના વિષેની સપૂર્ણ માહિતી આપને આઅ પોસ્ટ પર મળી જશે. માટે આઅ પોસ્ટ ને અંત સુધી વાંચજો તથા આપના  અન્ય સાથીમિત્રો ને પણ શેર કરજો. 

વિદ્યાર્થી મિત્રો આપ જાણો જ છો કે વર્તમાન સમયમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા બની ગઈ છે પ્રદૂષણ ઘણા પ્રકારે ફેલાય છે તેમાનો જ એક પ્રકાર છે ધ્વનિ પ્રદૂષણ એટલે કે અવાજનું પ્રદૂષણ . આપણે સૌ કોઈને કોઈ રીતે આઅ પ્રદૂષણ ફેલાવવા માટે જવાબદાર છીએ . પ્રદૂષણ એ એક વૈશ્વિક પ્રશ્ન બની ગયો છે . આપ ને ખ્યાલ જ હશે કે હાલમાં  ધ્વનિ પ્રદૂષણ નો મુદ્દો ખૂબ ચર્ચામાં છે તેની સપૂર્ણ માહિતી આપણે આજની પોસ્ટ પર મળી રહેશે. 

MIND CARVINGS 

હાલમાં  યુનાઇટેડ નેશન્સ દ્વારા રજૂ કરાયેલા યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ ના એન્યુઅલ ફ્રન્ટિયર્સ રિપોર્ટ 2022 મુજબ ઉત્તરપ્રદેશનું મુરાદાબાદ વિશ્વમાં ઢાકા બાદ બીજા ક્રમનું સૌથી વધુ ધ્વનિપ્રદૂષણ ધરાવતું શહેર છે. ઉપરાંત, ભારતના દિલ્લી, જયપુર, કોલકાત્તા આસનસોલ અને મુરાદાબાદમાં સૌથી વધુ ધ્વનિપ્રદૂષણ ધરાવે છે.

અહેવાલ મુજબ શહેરોમાં વધતું ધ્વનિ પ્રદૂષણ મનુષ્યની સાથે વન્યજીવો સામે પણ સંકટ પેદા કરી રહ્યું છે. ધ્વનિ પ્રદૂષણ ને લીધે સપૂર્ણ માનવજાતિ તેમજ પશુઓને બહોળા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. આપણે આ સમસ્યા માટે જાગૃત થવાની જરૂરીયાત છે . 

ધ્વનિપ્રદૂષણ એટલે શું ?

- વણજોઇતા ધ્વનિને ઘોંઘાટ કરે છે. જ્યારે ઘોંઘાટ વધારે પ્રમાણ અને લાંબા સમય માટે હોય છે ત્યારે તે ધ્વનિપ્રદુષણ બની જાય છે. આ ધ્વનિપ્રદૂષણ માનવી અને વન્યજીવો માટે ગંભીર સ્વાસ્થ્ય અસરો સર્જે છે. ધ્વની પ્રદૂષણ માનવીના સ્વાસ્થ્ય  પર ગંભીરે અસર કરે છે . 

ધ્વનિ પ્રદૂષણ કોના દ્વારા ઉત્પન્ન થાય છે ? 

 •  ધ્વનિ પ્રદૂષણ લાઉડસ્પીકર, ફેક્ટરીઓ, એરોપ્લેન, ચાલતી ટ્રેનો, બાંધકામ પ્રવૃત્તિ અથવા રેડિયોથી ઉત્પન્ન થઇ શકે છે.
 •  ધ્વનિની તીવ્રતા ડેસિબલ (dB)માં માપવામાં આવે છે. 20 db સુધીની ધ્વનિની તીવ્રતાને વ્હીસ્પર(ધીમો સળવળ અવાજ) તરીકે ગણવામાં આવે છે.
 •  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ, અવાજની તીવ્રતા 70 DB કરતા ઓછી હોય તો તે વ્યક્તિ માટે નુકસાનકારક નથી.
 •  85 ડેસિબલ થી વધુ અવાજ 8 કલાકથી વધુ સમય માટે સહન કરવો કે ખતરનાક છે જે તણાવ અને શ્વાસની બિમારી ને આમંત્રણ આપે છે 
 •  120 ડેસિબલથી ઉપરના અવાજનું પ્રદૂષણ ઘણા પ્રતિકૂળ બાયોકેમિકલ ફેરફારોનું કારણ બની શકે છે જેમકે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર તથા હાયપરટેન્શન વધવું 

ધ્વનિપ્રદૂષણનાં કારણો

 • ઔધોગિકીકરણ :  
     મોટા ભાગના ઉધોગો મોટા મશીનોનો ઉપયોગ કરે છે જે મોટા પ્રમાણમાં અવાજ ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત, વિવિધ સાધનો જેવા કે કોમ્પ્રેસર, જનરેટર, એક્ઝોસ્ટ કેન, ગ્રાઇન્ડીંગ મિલ્સ પણ મોટો અવાજ ઉત્પન્ન કરે છે.

 • નિમ્ન કક્ષાનું શહેરી આયોજન

. મોટાભાગના વિકાસશીલ દેશોમાં શહેરી આયોજન પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભીડભાડવાળા મકાનો, નાની જગ્યામાં મોટા પરિવારો, પાર્કિંગના ઝઘડા, પાયાની સવલતો માટે વારંવાર ઝઘડાઓ અવાજ પ્રદૂષણ તરફ દોરી જાય છે જે સમાજના પર્યાવરણને વિક્ષેપિત કરી શકે છે.

 • સામાજિક ઘટના

મોટાભાગની સામાજિક ઘટનાઓમાં ઘોંઘાટ વધુ હોય છે. લગ્ન, પાર્ટીઓ, પબ, ડિસ્કો વગેરે સ્થળે લોકો સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત નિયમોનો ભંગ કરે છે અને જે તે વિસ્તારમાં ઘોંઘાટનો ઉપદ્રવ સર્જે છે.

 • વાહનવ્યવહાર

રસ્તાઓ પર મોટી સંખ્યામાં વાહનો, ઘર ઉપર ઉડતા વિમાનો, ભૂગર્ભ ટ્રનો  ભારે અવાજ ઉત્પન્ન કરે છે.જેનાથી  ધ્વનિ પ્રદૂષણ માં વધારો થાય છે . 

 •  બાંધકામ પ્રવૃત્તિઓને

• ખાણાકામ , પુલ, બંધ, ઇમારતો, સ્ટેશનો, રસ્તાઓ, ફલાયઓવર નું નિર્માણ જેવી બાંધકામ હેઠળની  પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ  સર્જે છે.

ધ્વનિપ્રદૂષણની માઠી અસરો

 • સાંભળવાની સમસ્યાઓ :

ઘોંઘાટના સ્તરના સતત સંપર્કમાં આવવાથી આપણા કાનના પડદાને નુકસાન થઇ શકે છે અને બહેરાશ થઈ શકે છે. તે અવાજ પ્રત્યેની આપણી સંવેદનશીલતા પણ ઘટાડે છે.

 • મનોવૈજ્ઞાનિક મુદ્દાઓ


અભ્યાસ દર્શાવે છે કે ધ્વનિ પ્રદૂષણ થી  ઊંઘમાં ખલેલ, સતત તણાવ,થાક અને હાયપરટેન્શનનું જોખમ વધે છે. જે જીવનમાં પછીથી વધુ  "ગંભીર અને દીર્ઘકાલીન સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની રાકે છે.

 • સ્વીપિંગ ડિસઓર્ડર્સ

ધ્વનિપ્રદૂષણ ચોક્કસપણે ઊંઘની પેટર્નને અવરોધે છે.

 • કાર્ડિયોવેસ્ક્યુ સમસ્યાઓ
 • બ્લડ પ્રેશરનું સ્તર, રક્તવાહિની રોગ અને તણાવ સંબંધિત હૃદયની સમસ્યાઓ વધે છે. ઉચ્ચતીવ્રતાનો અવાજ હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે.
 •  સતત તીક્ષ્ણ અવાજ ગંભીર માથાનો દુખાવો અને ભાવનાત્મક સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે.

ભારતનાં ધ્વનિપ્રદૂષણ સામે લેવાયેલ પગલાં

 • કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ધ્વનિના સ્તરનાં ધારાધોરણો નક્કી કરાયા છે તથા રાજ્યસ્તરે ઘોંઘાટ સર્જતા સ્ત્રોતો પર નિયંત્રણ માટેના પગલાં લેવામા આવે છે.

ધ્વનિ પ્રદૂષણ (નિયંત્રણ 8 નિયમન) અધિનિયમ, 2000 

 •  આ નિયમો અંતર્ગત રહેણાંક, ઔધોગિક, વાણિજ્યિક વિસ્તારોમાં અવાજનું એક સ્તર નિશ્ચિત કરાયું છે.

રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ:

• ધ્વનિનાં ધારાધોરણનું હનન કરતાં એકમો/વ્યક્તિ વિરુદ્ધ પગલા લેવાની આધિકારીક સત્તા ભોગવે છે.

પર્યાવરણ (સુરક્ષા ) નિયમ, 1986: 

 •  આ નિયમો હેઠળ મોટર, એરકંડીશન, ફ્રીજ જેવા  સાધનોના ધ્વનિનાં ધારાધોરણો તૈયાર કરાયાં છે,

ભારતનાં પ્રયાસોમાં રહેલી ખામીઓ 

 •  ઉધોગો  અને વાણિજ્યીક નિગમોનાં ઘોંઘાટને ભ્રષ્ટાચારના કારણે અવગણવામાં આવે છે. યોગ્ય કાર્યવાહીનો અભાવે ધ્વનિ પ્રદૂષણ વધતું જાય છે . 
 • - લોકોમાં પ્રદૂષણ વિશેની જાગૃતી વધારવા માટેના પ્રયાસો નહિવત પ્રમાણ માં કરવામાં આવ્યય છે . 
 • સરકાર દ્વારા પ્રદૂષણ વધ્યો પછી ઘટાડવાં પ્રયાસ કરાય છે. પરંતુ  પ્રદૂષણ વધે જ નહી તે માટે સક્રિય પ્રવાસો કરવાની જરૂરીયાત છે

આગળનો માર્ગ

 • ધ્વનિ પ્રદૂષણ અટકાવવા નવા માર્ગ અપનાવવો પડશે. UNEP દ્વારા સૂચિત “સાઉન્ડસ્કેપ અપ્રોચ અપનાવી નાગરિકોનાં સ્વાસ્થ્ય માટે જરૂરી ધ્વનિ મર્યાદા  સુનિશ્ચિત કરી શકાશે.
 •  ધ્વનિ પ્રદૂષણને અન્ય પ્રદૂષણ જેટલું જ મહત્ત્વ આપવું  જરૂરી છે
 • હરિત આવરણ વધારવાં વધુ વૃક્ષો, બાગ બગીચા, જંગલો વિકસાવવા પડશે. આ આવરણ ધ્વનિની માત્રા નિયંત્રીત કરી દે છે તથા વન્યજીવો માટે ધ્વનિપ્રદૂષણ વિરૂદ્ધ કાયદાકારક નિવડે છે.
 •  નવાયાર અને ટેક્નોલોજીકલ ઉપાયો દ્વારા ધ્વનિદૂષણ ઘટાડી શકાય છે. જેમકે, ડેન્માર્કમાં ફાયબર ગ્લાસની મદદથી  ટ્રાફિકનો ઘોંઘાટ ઘટાડી શકાયો છે.
e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com
.