Gram Sevak All Information, Works of Gram Sevak,What Is Gram Sevak,Gram Sevak Talim,Gram sevak bhumika,Gram sevak ayojan, Gram sevak All Information ,Gram Sevak bharti ,Talim,Tharav, gram sevak  Karyo, Gram sevak javabdario , Important Information For Gram sevak Exam 2022 ,ગ્રામ સભા ,ગ્રામસેવક કાર્યો ,GRAM SEVAK CALL LETTER 2022.

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર. આપણી આજની પોસ્ટ નો મુખ્ય વિષય છે ગ્રામ સેવક ની પરીક્ષા 2022 . મિત્રો આપ સૌ એ ગ્રામ સેવક ની પરીક્ષા માટેના ફૉર્મ ભર્યું જ હશે . તો હવે પછી તૈયારીમાં કેમ કચાસ રાખી શકીએ . એટલા જ માટે આપ સૌની તૈયારી ને વધુ પાકી બનાવવા માટે અમે આજની પોસ્ટ લઈને આવ્યા છી આપણી આજની પોસ્ટનો મુખ્ય વિષય છે ગ્રામ સેવકની સ્પર્ધાત્મક પરીક્ષા 2022 . તો આજની પોસ્ટને અંત  સુધી વાંચજો. 

આપ સૌને ખ્યાલ જ હશે કે ગ્રામ સેવકની પરીક્ષા માટેના કોલલેટર કાઢવા માટેની તારીખ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરી દીધી છે GPSSB દ્વારા  ગ્રામ સેવકની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી . આ ભરતી અનુસાર ગ્રામસેવકની ૧૫૭૧ જગ્યા માટે જાહેરાત કરવામા આવી છે. આ ભરતી દર વખતે થતી ભરતી પ્રક્રિયા થી થોડી અલગ છે કારણ કે આ વર્ષે ગ્રામસેવક ની પરીક્ષાના શૈક્ષણિક લાયકાતોમાંં ફેરફાર કરવામાં આવ્યો છે આપ નીચે દર્શાવેલ લિંક દ્વારા કોલલેટર મેળવી શકશો. ગ્રામ સેવકની સ્પર્ધાત્મક પરીક્ષા આગામી તા.6/5/2022 ના રોજ યોજાનાર છે. 


DOWNLOAD CALL LETTER GRAM SEVAK EXAM 2022 : CLICK HERE 


હવે વાત કરી ગ્રામસેવકની તૈયારી વિષે આપણે ગ્રામ સેવક એટલે શું, ? પંચાયતી રાજના હોદેદારો અને પદાધિકારીઓ , ગ્રામસેવકની ફરજો કઇ કઇ છે ? તેની ભરતી નિયમો કયા કયા છે ? તાલીમ , ઠરાવ , ગ્રામસભામાં ગ્રામસેવકના કાર્યો, હરામસેવકની જવાબદારી, તેને કરવાની કામગીરી વગેરે જેવા મુદ્દાઑ  વીશેની માહિતી વિસ્તાર થી આપણે મળી રહેશે . માટે આ પોસ્ટને અંત સુધી વાંચજો.  તથા આ માહિતીની pdf ફાઈલ પણ આઅ પોસ્ટ ના અંત માં મળી જશે. 

ગ્રામસેવક વિષેની ટુંકી સમજ (પ્રસ્તાવના)   

ભારતના ગ્રામસમાજમાં પરિવર્તન લાવવા અને ગ્રામસમાજનો સર્વાંગી વિકાસ સાધવા અનેક કાર્યક્રમો અમલમાં આવ્યા છે. આ કાર્યક્રમોનો અમલ કરવા માટે સરકાર દ્વારા નીમાયેલા અને પ્રજા દ્વારા ચૂંટાઘેલા વિવિધ અધિકારીઓ હોદ્દેદારો કામ કરી રહ્યા છે.કાર્યક્રમની સફળતાનો કે નિષ્ફળતાનો ઘણો આધાર આ અધિકારીઓ – હોદ્દેદારોની કામગીરી ઉપર રહેલો છે. તેથી તેમની ફરજો, કાર્યક્ષેત્ર અને કામ કરવાની પદ્ધતિ વગેરે નક્કી થયેલાં છે.અને તે મુજબ તેઓએ કાર્ય કરવું પડે છે , ગ્રામસમાજમાં વિકાસ અને પરિવર્તનના માટેના એક માધ્યમ  તરીકે એટલે કે પરિવર્તનના એજન્ડા તરીકે ગ્રામસેવક, ગ્રામ આરોગ્ય રક્ષક, સામાજિક કાર્યકર, સહકારી મંડળીના હોદ્દેદારો તથા જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો અને અધિકારીઓની કામગીરી તથા ફરજો નક્કી થયેલી  છે. ખેતીની ગુણવત્તા સુધારા માટે જિલ્લા, તાલુકા તેમજ જૂથ ક્યા સાથે સંકલન કરી ખેતીની ગુણવત્તા સુધારણા અંગે પોતાનું યોગદાન આપી શકે તેમજ ગ્રામજનો સહયોગ આપે તે માટે લોકસંપર્ક–જનજાગૃતિ દ્વારા સરકારની વિવિધલક્ષી યોજનાનો જેવી કે ટપક સિંચાઈ પદ્ધતિ સંકલિત જીવાત નિયંત્રણ, જળસ્ત્રાવ યોજના, કૃષિ બાગાયત યોજના, અનાજ સંગ્રહ , પશુપાલન, આત્મા પ્રોજેકટ તેમજ ખેતી વિષયક કાર્યક્રમોને રાફળ કરવા ગ્રામસેવકો પ્રયત્નો કરે ક્ષહ છે અને કાર્ય પૂર્ણ કરવામાં સરકારને મદદરૂપ બને છે  આ યોજનાઓનો લાભ ગ્રામીણ સમુદાયમાં જરૂરિયાતવાળા લોકોને મળે અને આ યોજનાઓની સમગ્ર કામગીરી ગ્રામ્ય કક્ષાએ કરવા માટે ગ્રામસેવક મહત્વની ભૂમિકા ભજવે છે. આ અનુસંધાને ગ્રામસેવકની કામગીરી ઘણી અગત્યની છે અને રાષ્ટ્ર પડતરમાં સીધી રીતે ફાળો આપે તેવી હોય છે. ખેતી અંગેની બાબતો, પંચાયતના કામો કે પછી ગ્રામવિકાસની વિવિધ યોજનાનાં કામો એમ ઘણો પ્રકારના કામ કરવાના હોય છે. આ માટે ગ્રામસેવકની અન્ય માહિતી મેળવીએ. 

ગ્રામ સેવક એટલે શું ?


અત્યારે ગામડામાં માત્ર બે કર્મચારીઓ- તલાટી તથા ગ્રામસેવક પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે અને કામો પૂરા કરી રહ્યા છે. તલાટી જૂના માળખાના અને ગ્રામસેવક નવા માળખાના કર્મચારીઓ છે. ગામડામાં મહેસૂલી તંત્રનો સમગ્ર આધાર તલાટી ઉપર છે, જયારે વિકાસ કાર્યોનો તમામ ભાર ગ્રામસેવક "રાબ બંદરકા વેપારી" અથવા "વિવિધલક્ષી કાર્યકર' બન્યો છે. આમ છતાં ઘટક અને ગામ વચ્ચે તે અગત્યની કડી છે. તે ગામ લોકો માટે ઉદ્દીપક, પ્રેરણાસ્ત્રોત, ક્રાંતિબીજ તથા ચેતના જગાડનાર (તત્ત્વ) છે. ટૂંકમાં, "ગ્રામસેવક" (VLW) એક નવા પ્રયોગરૂપે, એક નવા ખ્યાલરૂપે ગ્રામ્ય વહીવટના ક્ષેત્રે પ્રવેશ છે અને તેના પર વિકાસલક્ષી કામોને આખરી સ્વરૂપ આપવાનું કાર્ય કરે છે. 

ગામડાંઓના વિકાસમાં ગ્રામસભા એ અત્યંત મહત્વની સંસ્થા છે કારણ કે ગ્રામસભા એ લોકશાહીનો જીવંત નમૂનો છે. એટલે કે ગામડાંના લોકો સ્થાનિક વહીવટ સ્તરે ગામડાંનાં વિકાસકાર્યો અંગે સંપૂર્ણ ભાગીદારી નોંધાવી પ્રશ્નોની રજૂઆત કરી શકે છે, અને સ્થાનિક સંસાધનોની જાળવણી, વહીવટ રોજગારીની તકો, વિકાસ માટેની સરકારની જુદી જુદી યોજનાઓ અંગેની માહિતી મેળવી શકે છે. આથી ગ્રામસભા ગ્રામ વિકાસના એક મહત્વના આધારની જેમ કાર્યરત છે. ગ્રામ સભા  દ્વરા ગ્રામ્ય પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી નિકાલ કરી શકાય છે અને તેથી તે સમસ્યા વિશાળ બનતા અટકે છે. 

ગ્રામસભા એટલે શું ?

ગ્રામસભા એટલે ગામનું ગૌરવ ગામના પ્રશ્નોનું નિરાકરણ ગામમાં જ થાય  તેવા હેતુસર ગ્રામસભાની રચના કરવામાં આવી છે. પંચાયતી રાજમાં પણ ગ્રામસભામાં ગામના પ્રશ્નોના ઉકેલ માટે ગ્રામસભાને શ્રેષ્ઠ ગણવામાં આવી છે. જયપ્રકાશ નારાયણની જન્મતિથી નિમિત્તે ગામલોકોની લોકભાગીદારી અને સશકતિકરણની ચળવળને આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગ્રામસભાની શરૂઆત કરવામાં આવી. ગ્રામ સભા માં ઘણા મહત્વના કારીઓ પૂર્ણ કરવાના હોય છે અને આઅ પૂર્ણ કરવાની જવાબદારી ગ્રામ સેવક અને તલાટી પર હોય છે . હરામ સભા વર્ષમાં ચાર વખત બોલાવવી ફરજીયાત છે . ગ્રામસભા નીચે મુજબના ચાર દિવસો એ બોલાવવી જરૂરી છે બાકી આ સિવાય જરૂર લાગે ત્યારે ખાસ ગ્રામ સભાનું આયોજન પણ કરી શકાય છે 
1. ૨૬મી જાન્યુઆરી – ગદતંત્ર દિવસ 
2. ૧ મે શ્રમ દિવસ
3. ૧૫ ઓગષ્ટ સ્વતંત્ર દિવસ
4. ૨ ઓકટોબર ગાંધી જયંતિના દિવસે ગ્રામસભા નક્કી થયેલ

GRAM SEVAK IMPORTANT MATERIAL PDF : CLICK HERE 

આપને આ માહિતી  આગામી તારીખ 5-6-2022 ના રોજ યોજાનાર ગ્રામસેવકની પરીક્ષા માટે ખૂબ કામ લાગશે, આ જ પ્રકારની અન્ય માહિતી અપને અમારી અન્ય પોસ્ટ પર મળી રહેશે . 

READ MORE 

GRAM SEVAK MODEL PAPER  : CLICK HERE 

MATHS AND REASONING PDF DOWNLOAD :CLICK HERE 

GENERAL SCIENCE MCQ PDF : CLICK HERE   

e-gujrat is Created Only For The Educational Purpose. Not The Owner Of Any OF The Available PDF Material Ans Books On it. Nor Made And Scanned.We Omly Provide The Link And Material Already Available On The Interner.If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com .