MANAV KALYAN YOJNA 2022, 27 વ્યવસાય માટે સહાય યોજના,  27 PROFESSION HELPING TOOLKIT ,MANAV KALYAN YOJANA 2022-23 APPLY ONLINE 



શું આપને આપના ગૃહઉદ્યોગ કે વ્યવસાય માટે સાધનો ખરીદી માટે સહાયની જરૂરીયાત  છે ? તો આપના એ પ્રશ્ન નો હલ આમારી આજની પોસ્ટ પર મળી રહેશે. આપને ક્યા વ્યવસાય પર કેટલી સહાય મળશે તથા તે સહાય મેળવવા માટેની સંપુર્ણ માહિતી આપને આ પોસ્ટ પર પુરી પાડવામાં આવશે. માટે આ પોસ્ટ ને અંત સુધી વાંચજો તથા આપના અન્ય જરૂરીયાત વાળા સાથીમિત્રોને પણ શેર કરજો.

કમિશનરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ ની કચેરી ગાંધીનગર દ્વારા માનવ ક્લ્યાણ યોજના ૨૦૨૨-૨૩ ની જાહેરાત કરી દેવામાં આવી છે આ વખતે આપ આ સહાય માટેનું ફોર્મ ઘરેબેઠા ભરી શકશો. શુ છે આ ફોર્મ ભરવા માટેની સંપુર્ણ માહિતી તેમજ ફોર્મ કઈ રીતે ભરવું ?,ફોર્મ ભરવા માટેના જરૂરી દસ્ત્યાવેજો વગેરે વિશેની માહિતી આપને  નીચે મુજબ મળી રહેશે. 

માનવ ક્લ્યાણ યોજનાનો હેતુ

માનવ ક્લ્યાણ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે પછાત વર્ગોના તથા ગામડાઓમાં અતરીયાળ વિસ્તારમાં તથા શહેરી વિસ્તારના જરૂરીયાત ધરાવતો વર્ગો માટે આવક અને સ્‍વરોજગાર ઉભા કરવા  વધારાના ઓજારો/સાધનોની સહાય પુરી પાડવાનો છે આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્‍યકિતઓ/કારીગરોની આર્થીક સ્‍થિતિ સુધારવા માટેની અગાઉની સ્‍વરોજગાર યોજનાને બદલે તા૧૧/૦૯/૧૯૯૫ થી શરૂ કરવામાં આવી છે. આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવા નાના મોટા  ૨૮ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.૧૨૦૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧૫૦૦૦૦/- સુધી ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે તથા વ્યવસાયિક મદદ પુરી પાડવા માટે  જરૂરી સાધન/ઓજાર સહાય તા:૧૧/૦૯/૨૦૧૮ ના ઠરાવો માં દર્શાવ્યા મુજબની  ટુલકીટની સહાય નિયત મર્યાદાઓને આધીન પુરી પાડવામાં આવે છે.

યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા 

  • વયમર્યાદા:-  ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ
  • ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા 
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ ૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

માનવ ક્લ્યાન યોજના સહાય મળવાપાત્ર વ્યવસાય તથા  ટુલકીટ  યાદી ૨૦૨૨ 

ક્રમ    

વ્યવસાયનું નામ

મળવાપાત્ર સહાય

કડીયાકામ

૧૪૫૦૦

સેન્ટીંગ કામ

૭૦૦૦

વાહન સર્વિસીંગ અને રીપેરીંગ

૧૬૦૦૦

મોચી કામ

૫૪૫૦

ભરત કામ

૨૦૫૦૦

દરજી કામ

૨૧૫૦૦

કુંભારી કામ

૨૫૦૦૦

વિવિધ પ્રકારની ફેરી

૧૩૮૦૦

પ્લમ્બર કામ

૧૨૩૦૦

૧૦

બ્યુટી પાર્લર

૧૧૮૦૦

૧૧

ઈલેકટ્રીક એલ્પાયન્સીસ

૧૪૦૦૦

૧૨

ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ

૧૫૦૦૦

૧૩

સુથારી કામ

૯૩૦૦

૧૪

ધોબી કામ

૧૨૫૦૦

૧૫

સાવરણી સુપડા બનાવનાર

૧૧૦૦૦

૧૬

દુધ દહીં  વેચનાર

૧૦૭૦૦

૧૭

માછીમાર

૧૦૬૦૦

૧૮

પાપડ બનાવટ

૧૩૦૦૦

૧૯

અથાણા બનાવટ

૧૨૦૦૦

૨૦

ગરમ.ઠંડાપીણા,અપ્લાહાર વેચાણ

૧૫૦૦૦

૨૧

પંચરકીટ

૧૫૦૦૦

૨૨

ફ્લોરમીલ

૧૫૦૦૦

૨૩

મસાલાકીટ

૧૫૦૦૦

૨૪

રૂની દીવેટ બનાવવી (સખી મંડળ)

૨૦૦૦૦

૨૫

મોબાઈલ રીપેરીંગ

૮૬૦૦

૨૬

પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)

૪૮૦૦૦

૨૭

હેર કટીંગ

૧૪૦૦૦



MANAV KALYAN YOJANA 2022-23 APPLY ONLINE 


માનવ ક્લ્યાણ યોજના નો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને આ ફોર્મ ચાર સ્ટેપ માં પુર્ણ થશે.  જેનો પ્રથમ સ્ટેપ છે રજીસ્ટ્રેશન ,રજીસ્ટ્રેશન કર્યા બાદ આપને જે વ્યવસાય માટે ફોર્મ ભરવાનું હોય તે સીલેકટ કરી તમામ વિગતો ભરી અરજી ફોર્મ સબમીટ કરવાનું રહેશે. 
  • ફોર્મ શરૂ થયા તારીખ :     ૧૫-૦૩-૨૦૨૨
  • ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ :- ૧૫-૫-૨૦૨૨ 

માનવ ક્લ્યાણ યોજના ફોર્મ ભરવા માટેની લિંક

Click Here

માનવ ક્લ્યાણ યોજના ઓફીશીયલ નોટીફીકેશન

Click Here

માનવ ક્લ્યાણ યોજના ટુલકીટ નોટીફીકેશન

Click Here

માનવ ક્લ્યાણ યોજના ફોર્મ ભરવા માટેની ગાઈડલાઈન

Click Here



ફોર્મ ભરવા માટેના જરૂરી દસ્તાવેજો

MKY યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનામાં અરજી કરવાની હોય છે. અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો ની PDF ફાઈલ અપલોડ કરવાની રહેશે.  જે દસ્તાવેજો  નીચે મુજબના રહેશે.
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • રેશનકાર્ડની પ્રથમ પાનાની અને બીજા પાનાની નકલ (જેમાં લાભાર્થીના નામનો સમાવેશ થયેલ હોવો જોઈએ.
  • ઉંમર અંગેનો પુરાવો
  • જાતિનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
  • ગ્રામ્ય વિસ્તારનો BP સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ આવકનો દાખલો (સમક્ષ અધિકારીશ્રીનો)
  • ધંધાના અનુભવનો દાખલો
  • ચૂંટણી ઓળખપત્રની નકલ
  •  આધારકાર્ડની નકલ

તો આ હતી માનવ ક્લ્યાણ યોજના ૨૦૨૨ વિશેની સંપુર્ણ માહિતી , આપને જો બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો અમો આપને પુરતો પ્રતિસાદ આપીશુ. જલ્દી ફોર્મ ભરી અને લાભ મેળવી લો. 

NOTE 

e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The
 Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com