second female Governor kumud ben joshi Died on 14 march 2022, kumud ben joshi information download ,કુમુદ બેન જોષી બીજા મહિલા રાજ્યપાલ નું તા: -૧૪/૦૩/૨૦૨૨ ના અવસાન થયેલ,First Gujarati woman Governor Kumudben Joshi  


નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર. આપણી આજની પોસ્ટ વર્તમાન પ્રવાહ પર આધારીત છે . તો આ પોસ્ટ અંત સુધી વાંચજો તથા આપના  અન્ય સાથીમિત્રો ને પણ શેર કરજો.

    ભારતના બીજા મહિલા રાજ્યપાલ તથા પ્રથમ ગુજરાતી રાજ્યપાલ રહી ચુકેલા કુમુદબેન જોષીનું તા:- ૧૪/૦૩/૨૦૨૨ ના રોજ નિધન થયેલુંં છે તેઓ એ ખુબ ઉમદા કામગીરી કરી પોતાનું રાજયપાલ નું પદ નિભાવેલ હતુ. કુમુદબેન વિશેની અન્ય માહિતી નીચે મુજબ છે. 

નવસારી ગુજરાતનો એકમાત્ર એવો જિલ્લો બન્યો છે, જેણે દેશને બે રાજ્યપાલ આપ્યા છે. નવસારી જિલ્લાનાં કુમુદબેન જોશી  1985 ના વર્ષમાં આંધ્રપ્રદેશનાં રાજ્યપાલ બન્યા હતા. તેમનો કાર્યકાળ 26મી નવેમ્બર 1985થી 7 ફેબ્રુઆરી 1990 સુધીનો હતો. આજે કુમુદબેન 88 વર્ષની વયે ગણદેવી તાલુકાના ચાંગા ગામે નિધન થયું છે. તેઓ છેલ્લા 2 વર્ષથી પેરાલિસિસને લીધે પથારીવશ હતા. આજીવન અપરિણીત કુમદુબેનની સાદગી અને નખશિખ પ્રામાણિકતાથી તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી પણ પ્રભાવિત થઈ ગયા હતા. કુમુદબેન ઇન્દિરા ગાંધીને પોતાના રોલ મોડેલ માનતા હતા. 

દક્ષિણ ગુજરાતના મોતાડા બ્રાહ્મણ મણિશંકર જોશીના ઘરે કુમુદબેનનો જન્મ 1934માં થયો હતો. ગણદેવી-ચાંગામાં જમીન-ખેતી  સાચવવા માટે આવેલો પરિવાર અહીં જ સ્થાયી થયો હતો. તેઓ નવસારીની કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયાં હતાં. તે સમયમાં છોકરાઓને પણ સાઈકલ ભાગ્યે મળતી ત્યારે કુમુદબેન સાઈકલ અને મોટરબાઈક પર શાળાએ તેમજ નોકરી અને સેવાકાર્ય કરવા જતાં હતા.

કેન્દ્રીય મંત્રીમંડળમાં 1980થી 1982 સુધી તેઓ માહિતી અને પ્રસારણમંત્રી તેમજ રાજ્યપાલ બાદ 1990માં રાજીવ ગાંધીના આગ્રહથી ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસમાં પ્રમુખ બન્યાં ત્યાર બાદ 1994 સુધી તેઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો હતો.તેઓ કેન્દ્રીય મંત્રી ઉપરાંત ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના પણ ચેરમેન તરીકે પણ રહ્યાં હતાં. આ સિવાય કુમુદબેન ત્રણ વખત રાજ્યસભાના સાંસદ બન્યાં હતાં. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના મહામંત્રી પણ રહી ચૂક્યાં હતાં.

આંધ્રપ્રદેશના 23 જિલ્લામાં યાત્રા 

રાજ્યપાલ બન્યાબાદ તેમણે સમગ્ર આંધ્રપ્રદેશના 23 જિલ્લામાં યાત્રા કરી હતી. અને રેકોર્ડ બનાવ્યો હતો . રાજ્યપાલ બન્યા બાદ તેઓ તેલુગુ દેશમ પાર્ટીના સતત નિશાના પર રહ્યાં હતાં. એ વખતે તેલુગુ દેશમ પાર્ટીનું આંધ્રપ્રદેશમાં શાસન ચાલી રહ્યું હતું. તેલુગુ દેશમ પાર્ટી સાથેનો વિવાદ પ્રજાસત્તાક પર્વની પરેડના તેમના 20 મિનિટના ભાષણથી શરૂ થયો એનટી રામારાવે આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસ સરકાર આંધ્રપ્રદેશવિરોધી છે. તો જવાબ આપતા  કુમુદબેને  કહ્યુ હતું કે વિશાખાપટ્ટનમમાં સ્ટીલ પ્લાન્ટ માટે કોંગ્રેસે પ્રતિદિન 4 કરોડ રૂપિયા ખર્ચા કર્યા છે અને અનાજ વિતરણ માટે 75 પૈસાથી લઈ એક રૂપિયા સુધીની સબસીડી આપી છે. કુમુદબેન આંધ્રપ્રદેશની પરીસ્થિતિ બદલવામાં સફળ રાજ્યપાલ રહ્યા હતા.

આશા રાખું છુ આજની પોસ્ટ આપને પસંદ આવી હશે આ જ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. તથા અન્ય કોઈ પણ સાહિત્ય મેળવવા માટે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. 

e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com