Padma Awards-2022, Padma Vibhushan Awards-2022, Padma Bhushan and Padma Shri Awards -2022 and detail,પદ્મ પુરસ્કાર-2022,પદ્મ વિભુષણ એવોર્ડ-2022,પદ્મ ભુષણ એવોર્ડ-2022, પદ્મશ્રી એવોર્ડ -2022,ભારત રત્ન એવોર્ડ Full Detail 


નમસ્કાર વિધાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી તેમજ પરીક્ષાલક્ષી પોસ્ટ પર. આજની પોસ્ટ પર આપણે વાત કરવાના છીએ પદ્મ પુરસ્કાર ૨૦૨૨ વિશે .૨૦૨૨ ના વર્ષમાંં પદ્મ ભુષણ,પદ્મ વિભુષણ, પદ્મશ્રી અને ભારત રત્ન એવોર્ડ કોને મળ્યો અને કયા કાર્ય માટે તે વિશેની સંપુર્ણ માહિતી આપને આ પોસ્ટ પર મળી રહેશે.માટે આજની પોસ્ટ અંત સુધી વાંચજો.

પદ્મ પુરસ્કારો - દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંથી એક, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી એમ ત્રણ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ વિવિધ વિદ્યાશાખા/પ્રવૃત્તિઓના ક્ષેત્રોમાં આપવામાં આવે છે, જેમ કે કલા, સામાજિક કાર્ચ, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે 'પદ્મ વિભૂષણ' એનાયત કરવામાં આવે છે. અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે; ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે ‘પદ્મ ભૂષણ’ અને કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે ‘પદ્મશ્રી દર વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. 

આ પુરસ્કારો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક સમારોહમાં એનાયત કરવામાં આવે છે જે સામાન્ય રીતે દર વર્ષે માર્ચ/એપ્રિલની આસપાસ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાય છે. આ વર્ષે રાષ્ટ્રપતિએ 128 પદ્મ પુરસ્કારો એનાયત કરવાની મંજૂરી આપી છે જેમાં નીચેની સૂચિ મુજબ 2 ડ્યુઓ કેસ (એક ડ્યૂઓ કેસમાં, એવોર્ડ એક તરીકે ગણવામાં આવે છે). આ યાદીમાં 4 પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 107 પદ્મ શ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. પુરસ્કાર મેળવનારાઓમાં 34 મહિલાઓ છે અને યાદીમાં વિદેશી/NRI/PIO/OCIની શ્રેણીમાંથી 10 વ્યક્તિઓ અને 13 મરણોત્તર પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે.

  • કુલ ચાર વ્યક્તિને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવાનામાં આવ્યો છે. જેની યાદી નીચે મુજબ છે.

1). CDS જનરલ બિપિન રાવત (મરણોપરાંત) (સિવિલ સર્વિસીસ)

2). સુશ્રી પ્રભા અત્રે (કલા)

3). શ્રી રાધે શ્યામ ખેમકા (મરણોપરાંત) (સાહિત્ય અને શિક્ષણ)

4). કલ્યાણ સિંહ (મરણોપરાંત) (જાહેર બાબતો)

પદ્મ ભુષણ પુરસ્કાર મેળવનાર કુલ 17 વ્યક્તિને પદ્મ ભુષણ પુરસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં એક ગુજરાતીનો સમાવેશ થાય છે.

1). ગુલાબનબી આઝાદ (પબ્લિક અફેર્સ)

2). કૃષ્ણા અને સૂચિત્રા એલ્લા (ટ્રેડ અને ઇન્ડસ્ટ્ર

3). સાઈરસ પુનાવાલા (ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી)

4). સત્યા નડેલા (ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી)

5). સુંદર પિચાઈ (ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી)

6). પ્રતિભા રે (સાહિત્ય અને શિક્ષણ)

7). સ્વામી સચ્ચિદાનંદ (સાહિત્ય અને શિક્ષણ),

8). વિકટર બેનર્જી (આર્ટ)
9). ગુરમીત બાવા (મરણોપરાંત) (આર્ટ)

10). બુદ્ધાદેવ ભટ્ટાચાર્ય (પબ્લિક અફેર્સ)

11). નટરાજન ચંદ્રશેખરન (ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી)

12). મધુર જાફરી (પાક કલા)

13). દેવેન્દ્ર ઝાઝરિયા (સ્પોર્ટ્સ)

14). રાશીદ ખાન (આર્ટ)

15). રાજીવ મહર્ષિ (સિવિલ સર્વિસ)

16). સંજય રાજારામ (મરણોપરાંત) (સાયન્સ એન્ડ એંજિ

17). વશિષ્ઠ ત્રિપાઠી (સાહિત્ય અને શિક્ષણ)

આ વર્ષ ( 107 વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં 6 ગુજરાતીનો સમાવેશ થાય છે.

પદ્મશ્રી પુરસ્કાર મેળવનારા ખેલાડીઓ તથા ગુજરાતીઓની  યાદી નીચે મુજબ છે તેની સંપુર્ણ યાદી દર્શાવતી pdf આપને આ પોસ્ટ્ની અંતમાં મળી જશે.

1). નીરજ ચોપડા (સ્પોર્ટસ) 

2). અવની લેખારા (સ્પોર્ટસ)

૩) પ્રમોદ ભગત (સ્પોર્ટસ)

4), સુમિત એન્ટિલ (સ્પોર્ટ્સ)

5) વંદના કટારીયા (સ્પોર્ટ્સ)

6) સંકરાનારાયણ મેનન (સ્પોર્ટ્સ)

7). ફૈસલ અલી દાર (સ્પોર્ટ્સ) 

પદ્મશ્રી પુસ્કાર મેળવનાર ગુજરાતીઓની યાદી નીચે મુજબ છે. 

1). માલજીભાઈ દેસાઇ (પબ્લિક અફેર્સ)

2). ખલીલ ધનતેજવી (મરણોપરાંત) (સાહિત્ય અને શિક્ષણ)

૩). ડો. લતા દેસાઇ (મેડિસિન)

4). જયંતકુમાર મગનલાલ વ્યાસ (સાયન્સ અને એન્જિનિયરિંગ)

5). રમિલાબેન ગામિત (સમાજીક કાર્ય)

6). સવજીભાઈ ધોળકિયા (સામાજીક કાર્ય)

પદ્મ પુરસ્કાર ૨૦૨૨ PDF DOWNLOAD

Click Here


આ જ પ્રકારની માહિતી મેળવવા માટે આમારી સાથે સોશીયલ મીડીયા દ્વારા જોડાય જજો તથા આપના અન્ય સાથી મિત્રોને પણ શેર કરજો.


e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com