નારી શક્તિ પુરસ્કાર ૨૦૨૨ , નારી શક્તિ પુરસ્કાર સંપુર્ણ માહિતી , nari shakti purskar 2022, Nari shakti purskar 2022 niranjna ben mukul bhai klarathi ,Nari shakti purskar 2021 and  2022 list and all detail .



નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર.

૮  માર્ચ ઈન્ટરનેશનલ મહિલા દિવસ તરીકે આપણે ઉજવીયે છીએ. 

નારી શક્તિ પુરસ્કાર એ ભારત સરકારની એક પહેલ છે, જેના દ્વારા હેઠળ પાત્ર મહિલાઓને ભારત સરકાર દ્વારા પુરસ્કાર આપવામાં આવે છે. નારી શક્તિ પુરસ્કાર દર વર્ષે મહિલા દિવસના અવસર પર આપવામાં આવે છે. નારી શક્તિ પુરસ્કાર ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કાર લાયક વ્યક્તિઓ તેમજ મહિલા સશક્તિકરણ માટે કામ કરતી સંસ્થાઓને આપવામાં આવે છે. આ પુરસ્કાર વિશેની સપુર્ણ માહિતી મેળવવા માટે આ પોસ્ટ અંત સુધી વાંચજો.

નારી શક્તિ પુરસ્કાર 2022

નારી શક્તિ પુરસ્કાર  08 મી માર્ચ ના રોજ લાયક વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવે છે.  આ વર્ષના પુરસ્કારની જાહેરાત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 20મી ફેબ્રુઆરી 2022ના રોજ કરવામાં આવી હતી. કુલ 14 મહિલાઓને સરકાર દ્વારા પુરસ્કાર આપવા માટેની જાહેરાત કરવામાં આવેલ . નારી શક્તિ પુરસ્કાર એ મહિલાઓ માટેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે લાયક મહિલાઓને મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં તેમના સારા કાર્યોને કારણે આપવામાં આવે છે.
 
નારી શક્તિ પુરસ્કાર  હેઠળ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા લાયક વ્યક્તિઓ અને સંસ્થાઓને 2,00,000/- રોકડ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવે છે. આ પુરસ્કાર આપીને, ભારત સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનવા અને લોકોમાં તેમની ઓળખ સ્થાપિત કરવા પ્રેરિત કરે છે. આ પુરસ્કાર 1999 થી એનાયત કરવામાં આવે છે  સ્ત્રી શક્તિ પુરસ્કાર તરીકે ઓળખાતું હતું. પરંતુ પાછળથી 2015 માં, ભારત સરકાર દ્વારા તેનું નામ નારી શક્તિ પુરસ્કાર રાખવામાં આવ્યું.

નારી શક્તિ પુરસ્કાર વિજેતા યાદી 2022

નારી શક્તિ પુરસ્કાર 2022 ની વિગતવાર માહિતી નીચે આપેલ છે.
નારી શક્તિ પુરસ્કાર 2022 ભારતના માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 08મી માર્ચ 2022ના રોજ એનાયત કરવામાં આવ્યા. 2021માં મહામારી દરમિયાન પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું ન હતું, તેથી 2020 અને 2021 નારી શક્તિ પુરસ્કારનું વિતરણ 8 મી માર્ચે કરવામાં આવશે. કુલ 29 મહિલાઓને રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હીમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા પુરસ્કાર આપવામાં આવશે. નારી શક્તિ પુરસ્કાર 2020 અને 2021 ના ​​વિજેતાઓની યાદી નીચે મુજબ છે.

નારીશક્તિ પુરસ્કાર ૨૦૨૧ 

નામ

રાજ્ય

કાર્ય

અનિતા ગુપ્તા

બિહાર

સામાજિક ઉદ્યોગ સાહસિક

ઉષાબેન દિનેશભાઈ વસાવા

ગુજરાત

ઓર્ગેનિક ખેડુત અને આદિજાતિ કાર્યકર્તા

નાસીરા અખ્તર

જમ્મુ અને કાશ્મીર

ઇનોવેટર  પર્યાવરણીય સંરક્ષણ

સંધ્યા ધર

જમ્મુ અને કાશ્મીર

સામાજિક કાર્યકર

નિવૃતિ રાય

કર્ણાટક

કન્ટ્રી હેડ ઈન્ટેલ ઈન્ડિયા

ટિફની બ્રાર

કેરલ

સામાજિક કાર્યકર અંધ લોકો માટે કામ કરે છે.

પદ્મ યાંગચન

લદાખ

લેહ પ્રદેશમાં ખોવાયેલા ભોજન અને કપડાને  પુનર્જિવિત કર્યા

જોધૈયા બાઈ બાઈગા

મધ્યપ્રદેશ

આદિવાસી બાઈગા આર્ટ પેઈન્ટર

સાયલી નંદકિશોર આગવાને

મહારાષ્ટ્ર

ડાઉન સિન્ડ્રોમની અસર કથક ડાન્સરને થઈ

વનિતા જગદેવ બોરાડે

મહારાષ્ટ્ર

સાપ બચાવનાર મહારાષ્ટ્રની પ્રથમ મહિલા

મીરા ઠાકુર

પંજાબ

સિક્કી ગ્રાસ કલાકાર

જયા મુથુ અને તેજમા(સંયુકત)

તમિલનાડુ

કારીગર-ટોડા ભરતકામ

ઈલા લોધ (મરણોતર)

ત્રિપુરા

પ્રસુતિશાસ્ત્રી અને ગાયનેકોલોજિસ્ટ

આરતી રાણા

ઉતર પ્રદેશ

હેન્ડલુમ વણકર અને શિક્ષક

 

નારીશક્તિ પુરસ્કાર ૨૦૨૨

નામ

રાજ્ય

કાર્ય

અથુપતિ પ્રસન્નાશ્રી

આંધ્રપ્રદેશ

ભાષાશાસ્ત્રી – લઘુમતી આદિવાસી ભાષાઓનું જતન કરે છે

તગે રીટાઅ તકે

અરૂણાચલપ્રદેશ

ઉદ્યોગસાહસિક

મધુલિકા રામટેકે

છતીસગઢ

સામાજિક કાર્યકર

નિરંજનાબેન મુકુલભાઈ  કલાર્થી

ગુજરાત

લેખક અને શિક્ષણવિદ

પુજા શર્મા

હરિયાણા

ખેડુત અને ઉદ્યોગસાહસિક

અંશુલ મલ્હોત્રા

હિમાચલ પ્રદેશ

વણકર

શોભા ગસ્તી

કર્ણાટક

સામાજિક કાર્યકર્તા સેવદાસી પ્રથાને સમાપ્ત કરવા માંટે કામ કરે છે.

રાધિકા મેનન

કેરળ

કેપ્ટન મર્ચન્ટ નેવી IMO તરફથી સમુદ્રમાં આસાધારણ બહાદુરી માટે એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા

કમલ કુંભાર

મહારાષ્ટ્ર

સામાજિક ઉદ્યોહસાહસિક

શ્રુતિ મહાપાત્રા

ઓડિશા

વિકલાંગ અધિકાર કાર્યકર્તા

બતુલ બેગમ

રાજસ્થાન

માન અને ભજન લોકગાયક

થરા રંગાસ્વામી

તમિલનાડુ

મનોચિકિત્સક અને સંશોધક

નીરજા માધવ

ઉતર પ્રદેશ

હિંદી લેખિકા –ટ્રાન્સજેન્ડર અને તિબેટીયન શરણાર્થીઓના અધિકારો માટે કામ કરે છે.

નીના ગુપ્તા

પશ્ચિમ બંગાળ

ગણિતશાસ્ત્રી




    આ હતી નારીશક્તિ પુરસ્કાર ની વિગતો.આશા રાખું છુ કે આ માહિતી આપને પસંદ આવી હશે.આ જ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમો સાથે જોડાયેલા રહેશો.

e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com