ભારતનું પહેલુ બાયોગેસ આધારીત હાઈડ્રોજન પ્લાન્ટ,  india 's first biogas  hydrogen  plant ,hydrogen biogas plant.  biogas hydrogen plant


નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર. આજની પોસ્ટ પર આપણે વાત કરવાના છીએ દેશમાં શરૂ થનાર પ્રથમ હાઈડ્રોજન આધારીત બાયોગેસ પ્લાન્ટની આ પ્લાન્ટ કયાંં બનવાનો છે, અને તે કઈ રીતે હાઈડ્રોજન નું ઉત્પાદન કરશે તે વિશેની સંપુર્ણ વિગતો આપને આ પોસ્ટ પર મળી રહેશે  તો આ પોસ્ટ ને અંત સુધી વાંચજો.

ભારતનું પ્રથમ બાયોગેસ આધારીત હાઈડ્રોજન પ્લાન્ટ

    ભારતનું પહેલું વ્યાવસાયિક સ્તરનું બાયોગેસ આધારીત હાઈડ્રોજન પ્લાંટ મધ્યપ્રદેશના ખેડવા જિલ્લામાં બનશે કે જ્યાંનું ઓમકારેશ્વર જયોર્તિલિંગ પ્રખ્યાત છે.

આ પ્લાન્ટ ૩૦ ટન બાયોમાસ ફીડસ્ટોકનો ઉપયોગ કરી ૧ ટન હાઈડ્રોજનનું  ઉત્પાદન કરશે.

આ પ્લાન્ટ ૨૪ કરોડના ખર્ચે વાટોમાં એનર્જી લિમિટેડ અને બીજલ ગ્રીન એનર્જીના સહિયારા પ્રયાસથી બનાવવામાં આવશે.

હાઈડ્રોજન એક શુન્ય કાર્બન ઈંધણ છે જેને ઓક્સિજન સાથે સળગાવવામાં આવે છે. હાઈડ્રોજન નો વિવિધ જરૂરિયાતો માટે ઈંધણ તરીકે ઉપયોગ  થશે.

આ હાઇડ્રોજન ત્રણ પ્રકારે ઉત્પન્ન થશે ૧. ગ્રે હાઈડ્રોજન ૨. બ્લુ હાઈડ્રોજન ૩. ગ્રીન હાઈડ્રોજન 

આ પધ્ધતોમાં પાણીમાંથી હાઇડ્રોજન અલગ કરવા માટે  ઈલેકટ્રોલાઈસીસ ઓફ વોટર પધ્ધતિ વપરાય છે. પાણીમાંથી ઈલેકટ્રીક પ્રવાહ પસાર કરતા તેમાંથી હાઈડ્રોજન અને ઓક્સિજન  છુટા પડે છે. 

        આપણે આગળ વાત કરી કે હાઈડ્રોજન એક શુન્ય કાર્બન ઈંધણ છે પરંતુ આ પ્લાંટ દ્વારા ઉત્પન્ન થતા ત્રણેય પ્રકારના હાઈડ્રોજન કઈ રીતે એકબીજાથી અલગ પડે છે તેની સમજ મેળવીએ.

૧.ગ્રે હાઈડ્રોજન  :- જે બાયોમાસ ના કોઈ પણ પદાર્થ નો ઉપયોગ દ્વારા હાઈડ્રોજન ની સાથે કાર્બન ડાયોકસાઈડ પણ છુટો પડે એટલે કે શુન્ય હાઈડ્રોજન ના હેતુને પાર ના પાડે તેને ગ્રે હાઈડ્રોજન કહેવાય.

૨. બ્લુ હાઈડ્રોજન :-  જે બાયોમાસ ના પદાર્થે ના  ઉપયોગ દ્વારા હાઈડ્રોજન ની સાથે કાર્બન ડાયોકસાઈડ  છુટો પડેતો નથી અને તેને સ્ટોર કરવામાં આવે છે તેને બ્લુ હાઈડ્રોજન કહે છે.

૩.ગ્રીન હાઈડ્રોજન:જ્યારે હાઈડ્રોજન રીન્યુએબલ સ્ત્રોત માંથી જેવાકે સોલાર,હવા, હાઈડ્રો એનર્જી ના ઉપયોગ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે તેને ગ્રીન હાઈડ્રોજન કહેવાય.

બાયોમાસ ગેસીકરણ 

    બાયોમાસ  ટેકનોલોજી નો એક માર્ગ છે જે સળ્ગ્યા વગર બાયોમાસને હાઈડ્રોજન અને અન્ય ઉત્પાદોમાં પરીવર્તિત કરવા માટે ગર્મી, વરાળ અને ઓક્સિજનનો નિયંત્રિત ઉપયોગ કરે છે. 

તે બાયોકાર અને મિથેનનું પણ ઉત્પાદન કરશે. બાયોકાર એ એક પ્રકારનો કોલસો છે જે બાયોમાસ ના થર્મલ અપઘટ્ન દ્વારા ઓક્સિજનના ઉપયોગ વગર બનાવાય છે.

બાયોકાર કાર્બન ડાયોકસાઈડ ગ્રહણ કરે છે. બાયોકારના અત્યંત નાના છિદ્રો પાણી નએ પોષકતત્વો સાચવવા મદદ કરે છે. 

આશા રાખુ છુ આપને આ માહિતી કામ લાગી હશે. આ જ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે સોશિયલ મીડીયાથી જોડાય જજો.  

e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com