ગુજરાત બજેટ ૨૦૨૨-૨૩,બજેટ -૨૦૨૨, નાણામંત્રી કનુભાઈ દેસાઈનું પહેલું બજેટ ,BUDGET 2022-23,GUJARAT BUDGET 2022,KANUBHAI DESAI FIRST BUDGET 


નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર.આજની પોસ્ટ પર આપણે વર્ષ ૨૦૨૨-૨૩ ના ગુજરાત ના બજેટ વિશે વાત કરવાના છીએ.તા:- ૩ માર્ચ ૨૦૨૨ ના રોજ કનુભાઈ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવ્યું. આપને આ પોસ્ટ પર બજેટ વિશેની સંપુર્ણ જાણકારી તથા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડેલ બજેટની pdf પણ મળી રહેશે જે આપને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ ખુબ ઉપયોગી બનશે.તો આ પોસ્ટ ને અંત સુધી વાંચજો અને આપના સાથી મિત્રોને પણ શેર કરજો. 

ગુજરાત બજેટ 2022-23 : બજેટમાં રૂ. 668.09 કરોડની પુરાંત


  •  વર્ષ 2022- 23નું બજેટ 2,43,965 કરોડનું છે જ્યારે વર્ષ 2021-22નું બજેટ 2,27,029  કરોડનું હતું. 
  • નાણામત્રીશ્રી બજેટ ભાષણ માટે આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી ચિત્રકળા અને કચ્છની ભાતીગળ બોર્ડર અંકિત કરેલા લાલરંગના બોકસની (ખાતાવહી) નો ઉપયોગ કર્યો.
  • વર્ષ ૨૦૨૧-૨૨ ના વર્ષનું બજેટ નીતિન પટેલ બ્રીફકેસ લઈને રજુ કરવા ગયા હતા જ્યારે આ વખતનું બજેટ નાણામત્રીશ્રી કનુભાઈ દેસાઇ ખાતાવહી લઈને રજુ કરવા ગયા. 
  • ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત બજેટ 2022 રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ બજેટ લઈને આવી પહોંચ્યા છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ બજેટ પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ હશે, લોકોની અપેક્ષા પૂર્ણ કરનારૂ બજેટ રહેશે.
  •  નવા વર્ષના બજેટનો ધ્યેય ગુજરાતના વિકાસને સર્વોચ્ચ સ્તરે લઈ જવાનો છે.  

નાણા મંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટની રજૂઆત કરવામાં આવી છે. બજેટમાં નીચે મુજબની વિવિધ ક્ષેત્રો માટે ફળવણી કરવામાં આવી છે.

 માર્ગ વાહન-વ્યવહાર વિકાસ માટે 12,024 કરોડની જોગવાઈ

- રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ માટે 4100 કરોડની ફાળવણી

- 78 રેલવે લાઈન પર ઓવરબ્રિજ

- દરિયાકાંઠાના વિસ્તારના વિકાસ માટે 2440 કરોડની ફાળવણી

- બગોદરા-રાજકોટ હાઈવેને 3350 કરોડના ખર્ચે 6 લેન કરાશે 

ઘરના ઘરનું સપનું થશે સાકાર

- ગ્રામીણ ક્ષેત્રમાં પ્રધાનમંત્રી આવાસ પર વધારે ફોકસ કરાશે

- સરકાર આગામી વર્ષમાં 4,00,000 નવા આવાસો ઉભા કરાશે

- આ જાહેરાત માટે રૂ. 933 કરોડની ફાળવણી કરવામાં આવી

મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના

- 4000 ગામોને વિનામૂલ્યે વાઈફાઈની સુવિધા પૂરી પાડવામાં આવશે

- મફત Wifi માટે 71 કરોડની ફાળવણી કરવામાં આવી  

બેરેજ માટે બજેટમાં ફાળવણી

- સાબરમતી નદી હીરપુરા, વાસણા બેરેજ માટે 35 કરોડની જોગવાઈ

- દક્ષિણ ગુજરાતની નદીઓ પર ચેકડેમ, બેરેજ યોજના માટે 35 કરોડની જોગવાઈ

- અમદાવાદના નળકાંઠાના વિસ્તારોને સિંચાઇનું પાણી આપવા માટે 25 કરોડની જોગવાઈ 

શિક્ષણ ક્ષેત્ર માટે 34,884 કરોડની જોગવાઈ

- ગત વર્ષે સરકારે 32,719 કરોડની ફાળવણી આ વિભાગ માટે કરી હતી

- શિક્ષા ક્ષેત્રના બજેટમાં વાર્ષિક 7%નો વધારો

- મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ માટે 1188 કરોડની ફાળવણી

- સુરેન્દ્રનગર જિલ્લામાં આયુર્વેદિક કોલેજ માટે 12 કરોડની જોગવાઈ 

મહિલા અને બાળવિકાસ માટે 2022-23 માટે 4976 કરોડની ફાળવણી

- ગત વર્ષે આ વિભાગ માટે 3511 કરોડની થઈ હતી ફાળવણી

- સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના હેઠળ ફાળવણી

- સગર્ભાઓ મહિલાઓને 1000 દિવસ સુધી પોષણક્ષમ ખોરાક આપવાની સરકારની નો   

   હેતુ  

- પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓને 1 કિલો ચણા, ખાદ્યતેલ આપવામાં આવશે

- વિધવા સહાય પેન્શન યોજના માટે 917 કરોડનું બજેટ

- માસિક ધર્મ જાગૃતિ સેનેટરી પેડની ઉપલબ્ધિ માટે 45 કરોડની જોગવાઈ 

- 90 નવી ખિલખિલાટ વાન માટે પણ અલગ ફાળવણી 

- જળજીવન મિશન અંતર્ગત દરેક ઘરે શુદ્ધ પાણી પુરૂ પાડવા 5540 કરોડની જોગવાઈ:

- આરોગ્ય વિભાગ માટે 12,240 કરોડનું ફંડ ફાળવાયું

- કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ. 7737 કરોડની જોગવાઇ:

-  સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના માટે ચાર હજાર કરોડ રૂપિયાની જોગવાઈ:

-  પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજના માટે 2310 કરોડ જોગવાઇ

- જળસંપત્તિ ક્ષેત્ર- 5339 કરોડની જોગવાઈ

- પાણી પુરવઠા વિભાગ- 5451 કરોડની ફાળવણી

- શહેરી વિકાસ- 14927 કરોડની ફાળવણી

- ઉદ્યોગ- 7030 કરોડ

- પ્રવાસન- 465 કરોડ

- વિજ્ઞાન પ્રોદ્યોગિક- 670 કરોડ

- શિક્ષણ- 34,884 કરોડ

- મત્સય- 880 કરોડ 

- સાગર ખેડૂતને લોન આપવા- 75 કરોડ

- ગૃહ વિભાગ- 8825 કરોડ

- સહકારી ખાંડ મિલોને લોન આપવા 10 કરોડની ફાળવણી

- અન્ન નાગરિક પુવઠા માટે- 1526 કરોડ

- કાયદા વિભાગ- 1740 કરોડ

- આદિજાતિ વિભાગ- 2909 કરોડ 

ઉપરાંંત ગુજરાત સરકાર દ્વારા બહાર પાડેલ બજેટની પ્રસનોટ,કનુભાઈ દેસાઈ એ આપેલ  બજેટ સ્પીચ તેમજ  બજેટ  માહિતી pdf ફાઈલ પણ આપ નીચેની લિંક દ્વારા મેળવી શકશો.

ગુજરાત બજેટ  ૨૦૨૨-૨૩ PDF

Click Here

ગુજરાત બજેટ  ૨૦૨૨-૨૩ કનુભાઈ દેસાઇ દ્વારા અપાયેલ પ્રવચન PDF

Click Here

     આ જ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાઈ જજો . 

e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com