veto power, UN Veto power,રશિયા વિરૂધ્ધનો યુ.એન માં દાખલ કરેલો  પ્રસ્તાવ,યુક્રેન રશિયા યુધ્ધ વિશે યુ.એન માં લાવેલો પ્રસ્તાવ.Rush and Ukrain war update , U.N  New update about russia ,ukrain war , veto power used by russia in U.N, Rassia Ukrain crisis update વીટો પાવર (veto power)

       આજે અમેરિકાએ રશિયા વિરુદ્ધ UNSC માં પ્રસ્તાવ લાવ્યો એવા સમાચાર આવ્યા. ભારતે રશિયા સાથેની જુની ભાઈબંધી નિભાવતાં આ પ્રસ્તાવના સમર્થનમાં વોટ ના કર્યું.. ચીન અને UAE એ પણ તેમાં વોટ ન કર્યું. 11 દેશોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું.

15 માંથી 11 દેશોનું સમર્થન હોવા છતાં પ્રસ્તાવ નામંજૂર થયો..

કેમ??

તે વિશેની જાણકારી આપવા માટે આજની egujrat ની પોસ્ટ મુકી છે. 

UN અને UNSC ને વાંચકો સરળતાથી સમજી શકે એ જ હેતુ છે. 

UN એટલે United Nations (UN).. જેની સ્થાપના બીજા વિશ્વયુદ્ધ પછી તરત જ કરવામાં આવી.. સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન ) એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેના જાણીતા ઉદ્દેશોમાં આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય સલામતી, સામાજિક પ્રગતિ , માનવ અધિકાર ની દ્રષ્ટિએ સહકાર આગળ ધપાવવો અને વિશ્વ શાંતિ હાંસલ કરવાનો સમાવેશ થાય છે. યુએનની સ્થાપના દેશો વચ્ચે યુદ્ધ રોકવા માટે અને વાટાઘાટ માટે એક મંચ પૂરુ પાડવા માટે લીગ ઓફ નેશન્સ ના સ્થાને ૨૪ ઓક્ટોબર ૧૯૪૫ માં બીજા વિશ્વ યુદ્ધ બાદ થઇ હતી. સ્થાપનાના સમયે કુલ 51 દેશ તેના સભ્ય હતા જેની સંખ્યા હવે 193 છે. એટલે કે વિશ્વના તમામે તમામ દેશો UN માં સામેલ છે.

આ જ UN ની એક UNSC નામની કાઉન્સિલ છે.. જે વિશ્વની સુરક્ષા માટે UN નું પ્રતિનિધિત્વ કરે છે. આ UNSC માં કુલ 5 કાયમી અને 10 સ્થાયી (નોન-પરમનેન્ટ) એમ કુલ મળીને 15 દેશો છે. 

આ 15 દેશોની કાઉન્સિલનો કોઈ પણ નિર્ણય  વિશ્વના તમામે તમામ 193 દેશોએ માન્ય રાખવો પડે છે. 

UNSC

યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC) એ સંયુક્ત રાષ્ટ્ર (UN) ના છ મુખ્ય અંગો પૈકીનું એક છે, જે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જવાબદાર છે,જનરલ એસેમ્બલીમાં યુએનના નવા સભ્યોના પ્રવેશની ભલામણ કરે છે, અને યુએન ચાર્ટરમાં કોઈપણ ફેરફારોને મંજૂરી આપવી.તેની સત્તાઓમાં પીસકીપિંગ કામગીરીની સ્થાપના, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગુ કરવા અને લશ્કરી કાર્યવાહીને અધિકૃત કરવાનો સમાવેશ થાય છે. UNSC એ એકમાત્ર UN સંસ્થા છે જેની પાસે સભ્ય દેશો પર બંધનકર્તા ઠરાવો જારી કરવાનો અધિકાર છે.                                                          

 ઉદાહરણ:- 

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું. યુક્રેને UNSC માં મદદ માંગી કે રશિયાથી અમને બચાવો અથવા તો તેની સામે લડવામાં અમને સાથ આપો. UNSC ના મોટાભાગના દેશોને લાગ્યું કે વાત તો સાચી છે આપણે યુક્રેન ને મદદ કરવી જોઈએ. એટલે રશિયાને રોકવા માટે UNSC ના જ સભ્ય અમેરિકાએ પ્રસ્તાવ લાવ્યો. જો એ પ્રસ્તાવ પસાર થઈ જાય તો રશિયાએ રોકાવું જ પડે અને જો ના રોકાય તો UN ના દેશોની સેના રશિયા વિરુદ્ધ યુદ્ધ કરવા તૈયાર થઈ જાય…. UN એટલે આખું વિશ્વ. અને કોઈ પણ દેશ સમગ્ર વિશ્વ સામે યુદ્ધ ના લડી શકે..

પરંતુ આપણે જોયું કે આ UNSC નો પ્રસ્તાવ મંજુર થયો જ નહિં..

UNSC નો પ્રસ્તાવને મંજુર કે નામંજુર કોણ અને કેવી રીતે કરે છે?

આ પ્રસ્તાવ મંજુર કે નામંજૂર કરવાની સત્તા UNSC ના 15 સભ્યદેશો પાસે જ છે. 

15 દેશમાંથી 5 કાયમી સ્થાયી સભ્યો છે અને 10 અસ્થાયી સભ્યો છે.

સામાન્ય સંજોગોમાં જો વીટો પાવર ના વપરાય તો જે બાજુ બહુમતી હોય તે મુજબ પ્રસ્તાવ મંજુર કે નામંજુર થતો હોય છે. 

પરંતુ 15 માંથી 5 દેશ જે કાયમી સભ્યપદ ધરાવે છે તેમની પાસે વીટો પાવર હોય છે. આ વીટોપાવર એ મોટી શક્તિ છે. વીટો પાવરવાળો પાંચમાંથી કોઈ પણ દેશ પોતાનો વીટો વાપરીને  કોઈ પણ પ્રસ્તાવને ફગાવી શકે છે.

પ્રસ્તાવના સમર્થનમાં ભલે 14 દેશ હોય ને વિરોધમાં 1 જ દેશ હોય તો પણ તે 1 દેશ જો વીટોપાવર ધરાવતો હોય અને તે પ્રસ્તાવને નામંજુરી આપે તો તે નિર્ણય બધાએ માન્ય રાખવો પડે છે. આ વીટોપાવર ધરાવતા કુલ પાંચ દેશ આ મુજબ છે. અને આ દેશો કાયમી માટે સભ્ય છે તેમને કોઈ UNSC માંથી કાઢી શકતુ નથી.

1:- અમેરિકા

2:- રશિયા

3:- ચીન

4:- યુનાઇટેડ કિંગડમ(બ્રિટન)

5:- ફ્રાંસ

બીજા દસ(10) દેશ છે તે UNSC ના અસ્થાયી સભ્યો છે. જેમને UNSC માંથી અંદર બહાર કરી શકાય છે. વર્તમાન અસ્થાયી સભ્યદેશો નીચે મુજબ છે.

1:- અલ્બેનિયા

2:- બ્રાઝિલ

3:- ગાબોન

4:- ઘાના  

5:- ભારત

6:- આયર્લેંડ

7:- કેન્યા

8:- મેક્સિકો

9:- નોર્વે

10:- યુનાઇટેડ આરબ અમીરાત 

ઉપરના ઉદાહરણને આગળ સમજીએ તો અમેરિકાએ જે પ્રસ્તાવ લાવ્યો તેનું સમર્થન UNSC ના ૧૧ દેશોએ કર્યું. ભારત, ચીન અને યુનાઇટેડ આરબ અમીરાતે વોટ જ ના કર્યું. અને છેલ્લે રશિયાએ તે પ્રસ્તાવને પોતાનો વીટોપાવર વાપરી એક જ ધડાકે ઉડાડી દીધો. જો વોટ નહિં કરવાવાળા દેશોએ અમેરિકાના પ્રસ્તાવને ટેકો આપ્યો હોત તો પણ રશિયા તે પ્રસ્તાવ મંજુર ના થવા દેત. કેમ કે વીટો પાવર ધરાવનાર દેશ પાસે એવો પાવર છે કે તે એકલો દેશ પણ UNSC ના કોઈ પણ પ્રસ્તાવને નામંજૂર કરી શકે છે..

 ભારત આ સ્થાયી-સભ્યપદ મેળવવા માટે ખૂબ જ પ્રયત્નો કરે છે. મોટાભાગના દેશો ભારતને સમર્થન પણ આપે છે પરંતુ ચીન પોતાનો વીટો વાપરીને ભારતને UNSC માં કાયમી સ્થાયી સભ્ય થવા દેતું નથી. અને એટલે જ આપણે વીટોપાવર બની શકતા નથી.

ઉપર દર્શાવેલ માહિતી ની pdf ફાઈલ પણ આપને નીચેની લિંક દ્વારા મેળી જશે.આ જ પ્રકારની અપડેટ મેળવવા માટે અપારી સાથે જોડાય જજો જેથી અમારી દરેક પોસ્ટની જાણકારી આપને મળતી રહે  

રશિયા અને યુક્રેન યુધ્ધ અપડેટ pdf

Click Here

  e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com