જગન્નાથપુરી રથયાત્રા ૨૦૨૨ સમાચાર , રથ બનાવવા માટે વપરાતી લાકડી માહિતી,જગન્નાથપુરી રથયાત્રા ૨૦૨૨  અંગે ઓડીશા સરકારની સમસ્યા,information about jagnnath puri rathyatra,rath banava mate pavarati lakdi, jagnnath puri Rath Yatra 2022  ,odisha face difficulty in preparation for rathyatra



નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર. આજની પોસ્ટ પર આપણે જગન્નાથપુરી રથયાત્રા ૨૦૨૨ ઓડીસા વિશેની માહિતી મેળવીશું. જેમાંથી પરીક્ષાલક્ષી મહ્ત્વની મહિતી આપને મળી રહેશે. 

    રથયાત્રા એ ભગવાન જગન્નાથ,બલરામ,અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે,જે ભારતભરમાં  ગુજરાતી પંચાગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે.જગન્નાથ ભગવાનનું મુળ મંદિર ઓરીસ્સા/ઓડીસા ના જગન્નાથ પુરીમાં આવેલું છે. તેની તૈયારીઓ આ વર્ષે ફેબ્રુઆરી માસથી જ શરૂ કરી દેવાય છે. 

આ વર્ષ જગન્નાથ યાત્રા  માટે ની સોપ્રથમ સમસ્યા:

    જગન્નાથ ભગવાનની રથયાત્રા માટે દર વર્ષે ત્રણ નવા રથો નું નિર્માણ કરવામાં આવે છે અને આ રથો ફાસી નામની લાકડીમાંથી બનાવવામાં આવે છે. દરવર્ષે આ લાકડીઓનો જથ્થો ઓડીસા સરકાર મદિરના અધિકારીઓને મફત માં પુરી પાડતી હતી પરંતુ આ વર્ષે જળવાયુ પરિવર્તન ને લીધે ફાસીના વૃક્ષોનો યોગ્ય વિકાસ થઈ શક્યો નથી. પરીણામે આ વર્ષ આ  રથયાત્રા બનાવવા નાટેની લાકડીઓની અછત સર્જાઈ છે.

    ઓડીસા વન વિભાગ ના જણાવ્યા અનુસાર આ વર્ષ ધોરા અને ફાસી મળીને ૯૯ % લાકડીઓ ખાનગી જમીનમાંથી લેવામાં આવી છે આટ્લા વર્ષોમાં આવું પહેલી વખત બન્યુ હશે કે રથયાત્રા બનાવવા માટેની લાકડીઓ ખાનગી જમીન માંથી લેવામાં આવી હોય. 

    આ વર્ષની રથયાત્રા માટે ૫ ફેબ્રુઆરી ૨૦૨૨ વસંતપંચમી ના રોજ રથ બનાવવા માટેની લાકડીઓ પવિત્ર કરવા માટે પ્રાર્થના સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

રથ બનાવવા માટે કેટલી માત્રામાં લાકડીઓ નો જથ્થો જોઈએ:-

    મંદિરના અધિકારીઓને રથ બનાવવા માટે ૧૨ પ્રકારની (જાત) લાકડીઓના ૧૧૦૦ થી પણ વધારે લોગ ( લાકડાનું ઢીમચું) ની જરૂરીયાત હોય છે ઓછામાં ઓછા ૮૬૫ લોગ તેમાં મુખ્ય ૩ પ્રકારની લાકડીઓ ધૌરા,ફાસી અને આસન છે.

ફાસી નું અગ્રેજી નામ એનોગેસસ એક્યુમીનાટા છે.

ધૌરા:- ભારત સિવાય નેપાળ,મ્યાનમાર,અને શ્રીલંકામાં આ વૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. આ વૃક્ષ ૧૮-૨૦ ફુટ ઉંચું હોય છે તેના પાંદડાઓ ગીચ અને ડાળ સફેસ હોય છે.

ફાસી:- ફાસીના ઝાડના તૈયાર થવા માટે ૫૦-૬૦ વર્ષનો સમય લાગે છે. રથ માટે ઉપયોગમાં લેવાનારી લાકડી એકદમ સીધી,૬ ફુટ પહોડી અને ૧૨-૧૪ ફુટ ઉંચી હોવી જોઇએ . 

ઓડીસા સરકાર દ્વારા છેલ્લા દશકામાં ૪૦ લાખ વૃક્ષ વાવ્યા છે જો કે તેના સંપુર્ણ વિકાસ માટે સારો એવો સમય વીતી જાય તેમ છે. 

જગન્નાથ ભગવાનની રથયાત્રા પુર્ણ થયા બાદ રથની લાકડીઓ નો ઉપયોગ મંદિરના રસોઈઘરમાં કરવામાં આવે છે જ્યાંં દરરોજના ૩૦,૦૦૦/- ભકતો પ્રસાદ લે છે. 

આશા રાખું આપને આજની પોસ્ટ પસંદ આવી હશે.આ જ રથયાત્રા વિશેની અપડેટ મેળવવા માટે અમારી સાથે સોશીયલ મીડિયાથી જોડાય જજો.   

e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com